Placeholder canvas

સીંધાવદરમાં રેલ્વે લોકો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યું છે: પ્રાંત અધિકારીને રજૂઆત

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ 2 રેલવે નું કામકાજ ચાલુ હોવાના કારણે અને તંત્ર અને કોન્ટ્રાક્ટરના અણઘડ આયોજનના કારણે સિંધાવદર ગામ ના લોકો અને ખાસ કરીને ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

સિંધવ પાસે ઘણા સમયથી રેલવેનું કામ ચાલી રહ્યું છે કેટલીક જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા છે તો કેટલીક જગ્યાએ મચ્છું એકનું કેનાલના બંધ થઈ જવાથી કેટલાક વિસ્તારમાં કેનાલનું પાણી પહોંચી શકતું નથી જેના કારણે ખેડૂતો પાક વાવી શક્યા નથી અને તમે મોટી નુકસાની સહન કરવાને વખત આવ્યો છે.

જેમને લોકોના કામ જ કરવા છે તેમને ક્યાં કંઈ નડે છે, હજુ સિંધાવદર ગામના સરપંચ તરીકે ચૂંટાયા છે અને ચાર્જ મળ્યો પણ નથી ત્યાં જ તેવો ગામલોકો અને ખેડૂતોની મુશ્કેલી માટે મેદાનમાં આવી ગયા છે. આ બાબતની ઈસ્માઈલભાઈ પરાસરાએ સિંધાવદર ગામના જ વતની અને જિલ્લા પંચાયતના સદસ્યો જાહિરઅબ્બાસ શેરસિયાને આ બાબતની રજૂઆત કરતાં તેઓ અને જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરસિયા સાથે મળીને વાંકાનેર પ્રાંત અધિકારીને લેખિતમાં આ બાબતે રજૂઆત કરી છે.

ઝહિર અબ્બાસ શેરસીયા પ્રાંત અધિકારીને સિંધાવદર ગામના લોકો અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓની લેખિત રજૂઆત નીચેના મુદે કરી છે.

(૧) સીધાવદર ગામની પાણી પુરવઠા યોજના અમરસરથી સીંધવદર ગામે પાઈપ દ્વારા પાણી આવે છે.તે પાણીની પાઈપ લાઈન તોડફોડ કરી ગામનો પિવા માટે પાણી પુરવઠો બંધ કરેલ છે.
(૨) સીધાવદર ગામમાં ત્યા પેટા પરામાં રેલ્વે કોશિંગની મંજુરી લઈને રેલ્વે નિચે પાણી માટેની પાઈપ લાઈન નાખેલ છે. તે પણ બંધ કરેલ છે.
(૩) મચ્છુ-૧ નહેર દ્વારા સિંચાઇ માટે ખેડૂતોને જમીનના પિયત માટે પાણી આપવામાં આવે છે. તે છેલ્લા ૨ વર્ષ થી રેલ્વેનું કામ ચાલતુ હોય તેમના કારણે મચ્છુ-૧ સિંચાઈની કેનાલમા આવતી કુંડી નંબર ૪૧ ત્થા ૪૩ બંધ કરેલ છે.
(૪) સીંધાવદર ગામે ૧૦૦ નંબરની ફાટકથી આગળ અમરસર તરફ ખેડુતોનો રસ્તો બંધ કરેલ છે.
(૫) સીધાવદર ગામના મુખ્ય રસ્તા ઉપર ૧૦૦ નંબરની ફટક આવેલ છે તે ફાટક છેલ્લા ૫૦ દિવસથી બંધ કરેલ છે. તેના વિકલ્પી રસ્તા માટે નાના વાહનો ચાલી શકે તે માટે ફાટકની બાજુમાં આવેલ નાલાનો રસ્તો ચાલુ કરવાની માંગ કરવા છતાં કરવામાં નથી આવતો.
(૬) સીંઘાવદર ગામે ૧૦૧ નંબરની ફાટકની બાજુમાં રસ્તો પહોળો કરવા વિગેરે પ્રશ્નોનો તાત્કાલીક ધોરણે હલ કરાવવા પ્રાંત અધિકારીને રજુઆત કરવામાં આવી છે.

તેઓએ વધુમા જણાવ્યું છે કે ઉપરોકત બાબતે રલ્વે અધિકારિ તેમજ કોન્ટ્રકટરને અવાર નવાર મૌખીક રજુઆત કરેલ છે. પરંતુ આ બાબતે કોઈ ધ્યાને લેવામાં આવેલ નથી. તેમજ જો ગામ લોકોને પડતી મુશ્કેલી દૂર નહી થાઈ તો ગાંધી ચીંધ્યામાર્ગે લોકો આંદોલન કરશે તે ચીમકી પણ ઉચ્ચારી છે.

આ સમાચારને શેર કરો