Placeholder canvas

વાંકાનેર: ખીજડીયા-રાજ ખાતે ભદ્રોત્સવના પ્રસંગ ધામધૂમથી ઉજવળી.

મનીષભાઈ વજુરામજી દેવમુરારીને વાંકાનેર રાજવી મહારાણા કેશરીદેવસિંહજીના હસ્તે ચાદરવિધી કરી મહંતપદે સ્થાપિત કર્યા.

વાંકાનેર તાલુકાના ખીજડીયા-રાજ મુકામે આવેલા શ્રીનૃસિંહ પીઠ તથા હાલનુ વાંકાનેર વસાવનાર પ્રમુખ સંત શ્રી વનમાળીદાસ બાપુની ચેતન સમાધી સ્થળના મહંતશ્રી વજેરામજી મણીરામજી દેવમુરારીના સાકેતવાસ થયા બાદ ભદ્રોત્સવનો પ્રસંગ ધામધૂમથી ઉજવવામા આવ્યો હતો.

આ પ્રસંગમાં વાંકાનેર મહારાણા શ્રી કેશરીદેવસિંહજી ઝાલાએ હાજરી આપી હતી તથા સમસ્ત દેવમુરારી પરિવાર,સંતો/મહંતો,મંદિરના સેવક ચનીયારા પરિવારો તથા સમસ્ત ખીજડીયા-રાજના ગ્રામજનો તથા અન્ય આમંત્રિતોની બહોળી હાજરીમાં મહંતશ્રી વજેરામજી મણીરામજી દેવમુરારી બાદ તેઓશ્રીના સુપુત્ર મનીષભાઈ વજુરામજી દેવમુરારીને વાંકાનેર રાજવી મહારાણા શ્રી કેશરીદેવસિંહજીના હસ્તે ચાદરવિધી કરી મહંતપદે સ્થાપિત કર્યા હતા.

આ ચાદર વિધી પરંપરાગત રીતે વાંકાનેર રાજવી પરિવાર દ્રારા થતી હોઈ વાંકાનેર મહારાણા રાજ સાહેબ શ્રી કેશરીદેવસિંહજી એ આ પરંપરાને જાળવી રાખી છે.

આ સમાચારને શેર કરો