ટંકારામાં ગેબનશાહ પીરનો શુક્રવારે ઉર્ષ મનાવાશે. કવ્વાલીનું પણ આયોજન.

ટંકારામાં ગેબનશાહ પીરનો ઉર્ષ મુબારક 17-2-2023 ને શુક્રવારે ટંકારા સુન્ની મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ, ધાર રોડ, અમરાપર રોડ ટંકારા ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, હઝરત ગેબનશાહ પીર દરગાહ ખાતે સંદલ શરીફ શુક્રવારે સવારે ફઝરની નમાઝ બાદ અને નમાઝે મગરીબ પછી ન્યાઝ શરીફ યોજાશે. અને કવ્વાલીના કાર્યક્રમમાં રાત્રે 10 કલાકે ચાંદ અફઝલ કાદરી દ્વારા કવ્વાલી રજૂ કરાશે. વધુ વિગત માટે ગાદીનશીન સૈયદહાબીબર્મિચા જીલાનીર્મિયા કાદરી શીરાજી (કલારીયાશરીફવાળા)ના મો. નંબર 81288 78692 પર સંપર્ક કરી શકાશે. સમગ્ર આયોજનનો હિંદુ અને મુસ્લિમ સમાજે લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.

કપ્તાન ન્યૂઝના વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://chat.whatsapp.com/BZa0UyVWqF16aHO1HpA4eC

આ સમાચારને શેર કરો