Placeholder canvas

મોરબી જિલ્લામાં ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ…

વાંકાનેર: શિસ્તબધ્ધ પાર્ટીની છાપ ધરાવતી ભાજપમાં મોરબી જિલ્લાના બે નેતાનો જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે અને બન્ને નેતાઓ એક બીજા વિરુધ્ધ નિવેદનો કરી રહ્યા છે.

સાંસદ મોહન કુંડારીયા અને ધારાસભ્ય જીતુ સોમાણી. રવિવારે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના વિજય સરઘસ બાદ મોહન કુંડારીયાએ ભાષણ કરી ગાડા-કૂતરાની કહેવતનું ઉદાહરણ આપી કટાક્ષ ભર્યું ભાષણ કર્યું હતું તો સામે જીતુ સોમાણીએ પણ પત્રકારોને કહ્યું કે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ મોહનભાઇ અપનાવી રહ્યા છે. ચૂંટણી સમયે પક્ષની વિરુધ્ધમાં કામ કર્યું હતું. હવે મોહનભાઈની ઉંમર થઇ ગઈ છે અને એના પગ નીચેથી જમીન સરકી જતા બફાટ ભર્યા ભાષણો કરે છે. જો કે કેસરીદેવસિંહ અંગે પણ નારાજગી જીતુ સોમાણીએ જરૂર દર્શાવી હતી અને કહ્યું હતું કે મારા વિજય સરઘસમાં તેઓ ન હતા આવ્યા માટે તેમના વિજય સરઘસમાં હું ન હતો ગયો બીજું કોઈ કારણ નથી.

આ સમાચારને શેર કરો