Placeholder canvas

ગુજરાતમાં આજથી 23 તારીખ સુધી ભારે વરસાદની આગાહી…


હવામાન વિભાગ દ્વારા આજથી 23 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ માછીમારોને 5 દિવસ માટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ત્યારે દક્ષિણ ગુજરાતમાં 19 થી 21 જૂલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં 19 અને 20 જૂલાઈએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં હાલ 63 ટકા વરસાદ અત્યાર સુધી પડી ચૂક્યો છે.

આ સમાચારને શેર કરો