Placeholder canvas

TET-1 અને TET-2ની પરીક્ષા તારીખો જાહેર…

ગુજરાતમાં TET-1ના 87 હજાર અને TET-2ના 2.72 લાખ ઉમેદવારો એપ્રિલમાં પરીક્ષા આપશે

લાંબા સમયથી શિક્ષક બનાવવા થનગનતા લાખો ઉમેદવારની ધીરજનો અંત આવ્યો છે. આગામી એપ્રિલ મહિનાના મધ્યમાં પરીક્ષા યોજાશે. મળતી વિગતો મુજબ TET-1 અને TET-2ની પરીક્ષા તારીખો જાહેર કરવામાં આવી છે. એપ્રિલ મહિના મધ્યમાં TETના બે પાર્ટની એક્ઝામ લેવાશે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વિટ કરીને માહિતી આપી હતી.

મળતી માહિતી અનુસાર TET-1ની કસોટી 16 એપ્રિલના રોજ લેવાશે. જ્યારે TET-2ની કસોટી 23 એપ્રિલના રોજ લેવાશે. ઉલ્લેખનીય છે કે, TET-1 માટે અંદાજે 87 હજાર અને TET-2 માટે અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો કસોટી આપશે.

આ સમાચારને શેર કરો