વર્લ્ડકપનું સપનું તૂટતા ટિમ ઇન્ડીયા થઈ ભાવુક, જુઓ ફોટો
વર્લ્ડકપ 2023ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ રોહિત શર્મા ભાવુક થયો.
વિરાટ કોહલી હાર બાદ કેપમાં માથું છુપાવીને રડતો જોવા મળ્યો.
વર્લ્ડકપ 2023ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ સિરાજ રડતો જોવા મળ્યો.
વર્લ્ડકપ 2023ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ કેએલ રાહુલ ઈમોશનલ થયો.
ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ રોહિત ઈમોશનલ થઈ ડ્રેસિંગ રુમ તરફ પરત ફર્યો હતો.
દરેક મેચ પહેલાં આ લેજેન્ડે કરી છે સાચી ભવિષ્યવાણી, ફાયનલ માટે શુ કહ્યું હતું. ?
વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમો એકબીજાનો સામનો કરી રહી છે. આ મેચ આજે 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતે સેમી-ફાઇનલ મેચમાં ન્યૂ ઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેમણે આ મેચમાં કિવી ટીમને 70 રનથી હરાવ્યું હતું.
તમને જાણીને નવાઈ લાગશે કે આ મેચના પરિણામની આગાહી એક પૂર્વ ક્રિકેટરે પહેલેથી જ આગાહી કરી દીધી હતી. તદુપરાંત, તેના આંકડા પણ સાચા સાબિત થતાં જોવા મળ્યા છે.
ન્યૂ ઝીલેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર માઈક હેસને આ મેચ પહેલા ઘણી બાબતોની ભવિષ્યવાણી કરી હતી. તેની આગાહીઓ તુચ્છ ન હતી. રસપ્રદ વાત એ છે કે આ બધી વાતો સાચી સાબિત થઈ છે. માઈકે સેમી-ફાઈનલ પહેલાં એક ઈન્ટરવ્યુમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તે મેચની આગાહી કરી રહ્યો હતો.
તેણે મેચ પહેલાં કહ્યું હતું કે, “ભારત ખૂબ જ મજબૂત ટીમ છે. મને લાગે છે કે તે લગભગ 70 રનથી જીતશે. વિરાટ કોહલી જેવા ખેલાડીની શાનદાર ઇનિંગ્સ જોવા મળી શકે છે. વિરાટ તેની 50મી સદી પણ ફટકારી શકે છે. મોહમ્મદ શમી 6થી 7 વિકેટ લઈ શકે છે. ન્યૂ ઝીલેન્ડ માટે ડેરીલ મિશેલ સારી ઇનિંગ રમી શકે છે.”
માઈક હેસનની તમામ આગાહીઓ સાચી સાબિત થઈ છે. વિરાટ કોહલીએ તેની 50મી સદી ફટકારી હતી. ડેરીલ મિશેલે શાનદાર સદી ફટકારી હતી. આ સાથે જ ઇન-ફોર્મ બોલર મોહમ્મદ શમીએ પણ 7 વિકેટ ઝડપી હતી. સૌથી આશ્ચર્યની વાત એ હતી કે ભારતે આ મેચ માત્ર 70 રનથી જીતી લીધી હતી, જેમ કે માઈક હેસને પહેલેથી જ કહ્યું હતું.