Placeholder canvas

ટંકારા: ગૌતમબુદ્ધની જન્મ જયંતિ તથા પ્રમોશન પામેલા પોલીસ કર્મચારીનો અભિનંદન કાર્યક્રમ યોજાયો

ટંકારા પોલીસ મથકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વસંતભાઈ વધોરાને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મળતા ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો આ તકે ભગવાન બુદ્ધ પૂર્ણિમા ની ઉજવણી પણ કરવામાં આવી અને સામાજિક કાર્યકરના અવતરણ દિવસ ની શુભેચ્છા પાઠવી હતી.

ટંકારા તાલુકા પંચાયત સામે ડો.આંબેડકર ભવન ખાતે સરળ શાંત સમયક કરૂણા સભર બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમબુદ્ધ ની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ટંકારા પોલીસ મથકે ફરજ બજાવતા વસંતભાઈ વઘોરા ASI તરીકે બઢતી મળી હોય સમાજના અગ્રણીબંધુ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. અંતમા સામાજિક કાર્યકર નાગજીભાઈ ચૌહાણનો અવતરણ દિવસ હોઈ ત્યાં કેક કાપીને શુભેચ્છા આપી હતી. આ તકે એડવોકેટ દિનેશભાઈ વાઘેલા, વકિલ મિત્ર મનસુખભાઈ ચૌહાણ, જીલ્લા પંચાયત ના સદસ્ય પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા Tr. જસવંતભાઈ ચાવડા, સુરેશભાઈ સરપંચ, મહેશ સારેસા સહિતના હાજર રહ્યા હતા

આ સમાચારને શેર કરો