Placeholder canvas

અરણીટીંબાના સામાન્ય ખેડૂત પુત્રએ 12 સાયન્સમાં “બોર્ડમાં બીજો નંબર” મેળવ્યો…

વાંકાનેર: ગુજરાત રાજ્યના પૂર્વ સહકાર મંત્રી મર્હુમ.અમીયલભાઈ બાદીના ગામ અરણીટીંબામાં રહેતા અને ખેતી કામ કરતા બાવરા મુસ્તાકભાઈનો પુત્ર બાવરા મુફીઝે ધોરણ 12 સાયન્સની બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં સમગ્ર ગુજરાત બોર્ડમાં બીજો ક્રમ અને મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવેલ છે.

બાવરા મુફીઝે 12 સાયન્સમાં બી ગ્રુપ રાખેલ છે, તેમને 12 સાયન્સમાં 99.98 PR અને ગુજકેટમાં 113.75 માર્ક્સ મેળવેલ છે. હાલ તે નિટની તૈયારી કરી રહયા છે. બાવરા મુફીઝ ટંકરાની ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે.

મુફીઝ એક મધ્યમ વર્ગી પરિવાર માંથી આવે છે, તેમના પપ્પા એક સામાન્ય ખેડૂત છે. સામાન્ય પરિસ્થિતિમાં અને વિશેષ કોઈ સગવટ વગર બસ માત્રને માત્ર સખત મહેનત સાથે બે વર્ષ સુધી કશું જોયા વગર લાગી પડેલ મુફીઝને આ ગૌરવંતુ પરિણામ મળ્યું છે. તેઓ ડોક્ટર બનવા ઈચ્છે છે અને નીટમાં પણ ખૂબ સારા માર્ક મળશે તેવી આશા છે.

મુફીઝ તેમના મમ્મી પપ્પા અને પરિવાર સાથે પોતાનું સ્વપ્નું પૂરું કરવા બે વર્ષ સુધી સખત મહેનત કરીને આ સફળતા મેળવી છે. તેમને મળેલ આ સફળતાથી તેમના પરિવારનું, ગામનું, મોમીન સમાજનું અને વાંકાનેર તાલુકાનું ગૌરવ વધારેલ છે. અભિનંદન… શુભેચ્છા…

મુફીઝને એકતા ગ્રાફિક્સ, હાજીઅલી કોમ્પ્લેક્ષ, લિંમડા ચોક, વાંકાનેર વાળા તજમુલભાઈ વકાલિયા અને તેમનું કોઠારીયાનું વકાલિયા પરિવાર “ભાણા મુફીઝ”ને અભિનંદન, મુબારકબાદી પાઠવીને ઉચ્ચ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવે છે…

આ સમાચારને શેર કરો