Placeholder canvas

વાંકાનેર: બાઉન્ટ્રી પાસે એસટી બસે ઇકોને હડફેટે લેતા ઇકોના મુસાફરો ઇજાગ્રસ્ત

વાંકાનેર : વાંકાનેર હાઇવે ઉપર બાઉન્ડ્રી નજીક એસટી બસના ચાલકે ઇકો કાર સાથે અકસ્માત સર્જતાં ઇકોમાં બેઠેલ એક મુસાફરના દાત પડી ગયા હતા તેમજ અન્ય બે મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોચતા એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાંથી મળેલી માહિતી મુજબ ગત તા.4ના રોજ વાંકાનેર બાઉન્ડ્રી નજીક એસટી લકઝરી બસ નંબર જીજે – 18 – AZ – 9164ના ચાલકે ઇકો કાર નંબર જીજે – 03 – ME – 2477 સાથે અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં ઇકોમાં બેઠેલા રાજકોટના કુચિયાદળ ગામના રામજીભાઈ ચનભાઈ જાડા નામના યુવાનના દાંત પડી ગયા હતા અને હોઠ ઉપર ઇજા પહોંચી હતી. જ્યારે અન્ય મુસાફર કરશનભાઇ તેમજ સંજયભાઈને પણ નાની મોટી ઇજાઓ પહોચતા એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ સમાચારને શેર કરો