રાજકોટ: એઈમ્સનાં પ્રમુખ પદેથી ડૉ. વલ્લભ કથિરિયાનું રાજીનામું

ગુજરાતની પ્રથમ એઈમ્સનાં પ્રમુખ તરીકે રાજકોટનાં પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભ કથિરિયાની નિમણૂક કરવામાં આવી હતી. જોકે,

Read more

રાજકોટમાં ગૌ-ટેક 2023 એક્સપો (મેળા)ની ચાલતી તડામાર તૈયારી…

આત્મનિર્ભર ભારત ગૌ આધારિત પ્રોડક્ટ મેક ઇન ઇન્ડિયા ના મોડેલ દ્વારા આજનો યુવાન  ધનવાન બની શકશે. : ડો.વલ્લભભાઈ કથીરિયા ૨૦૦

Read more

વિશ્વ મહિલા દિન નિમિતે: અતુલ્ય માતૃશક્તિ અને વિશ્વમાતા ગૌમાતાને ભાવ વંદના -ડૉ.વલ્લભભાઈ કથીરિયા

         સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહમા તાલુકો જે હાલમાં અરવલ્લી જીલ્લાનો ભાગ છે , ત્યાનું નાનું એવું લક્ષ્મીપુરા ગામ. ગામમાં જાહેર કાર્યક્રમ બાદ એક કાર્યકરના ઘેર જમવાનું થયું. સાંજે જમતી વખતે ઘરમાં કાર્યકરે અને તેમના પત્નિ બંને ભાવપૂર્વક અમોને જમાડી રહ્યા હતા. જમતા જમતા મારાથી સ્વાભાવિક પ્રશ્ન પુછાઈ ગયો. ” બહેન , કેમ બાળકો દેખાતા નથી ? ” બહેને ગરમાગરમ રોટલી જમાડતા આનંદ અને ગૌરવ સાથે જવાબ આપ્યો ” સાહેબ , અમારા બંને બાળકો માઉન્ટ આબુ ઇંગ્લીશ મીડીયમમાં ભણે છે !  “અભિનંદન પાઠવતા મે વળતો સવાલ કર્યો ,  “બંનેને માઉન્ટ આબુમાં  ભણાવવા તમને પોષાય છે ? “ ઘરની સામાન્ય સ્થિતિ જોતા એવું લાગતું હતું કે કુટુંબ બહું ધનાઢય નહિ  હોય. છતા બાળકોને સારો અભ્યાસ મળે તે માટે માતા – પિતાની ભાવના વંદનીય હોય જ ! તુરત જ બહેન મને તેમના ફળિયામાં જ સામે કોઢમાં બાંધેલી ચાર ગૌમાતા તરફ આંગળી ચીંધી કહે છે , “સામે ઉભેલી ચાર ગૌમાતાના દૂધમાંથી જ અમારા બંને બાળકોનો વાર્ષિક ખર્ચ નીકળી જાય છે ! દશ વિઘા જમીનની પેદાશમાંથી જે આવક થાય તે વધારાની ! આનંદથી રહીએ છીએ અને તમારા ભાઈ થાય તેટલી સમાજસેવા કરે છે !” મને થયું , વાહ , ગૌસેવા અને તેમાંથી આર્થિક ઉપાર્જન નું આથી ઉત્તમ દષ્ટાંત ક્યુ હોઈ શકે.            ગો, ગંગા, ગાયત્રી , ગીતા અને ગોવિંદની આ ભારતીય સંસ્કૃતિમાં ગાયને વિશ્વમાતા અને સર્વસુખપ્રદાયિની કહી છે. આપણી માતાની જેમ જ ગૌમાતા પણ વાત્સલ્ય અને કરૂણાની મૂર્તિ છે. અને તેથી જ માતા સમાન મહિલાઓ ગૌમાતાની સેવા , ગોપાલન અને ગૌસંવર્ધન ક્ષેત્રે વિશેષ યોગદાન આપે છે, જે આપણા સૌ માટે આશ્વાસનરૂ૫ છે.            જામનગર જીલ્લાના ધ્રોળ તાલુકાનું લતીપર ગામ. લતીપરની રાસ મંડળી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મશહૂર છે. ત્યાંની બહેનોના અલગ અલગ ધૂન મંડળો , મહિલા મંડળો ગૌસેવા માટે પણ એટલા જ સમર્પિત છે. ગામની ગૌશાળાની ગાયો માટેના ચારાની ૮૦% ટકા જેટલી રકમની પૂર્તિ વાર – તહેવારે ધૂન – ગીત – ભક્તિગીતો કથા જેવા સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો દ્વારા  ઉઘરાવી આ બહેનો જ કરે છે ! ધન્ય છે આ મહિલા મંડળોને ! ધર્મભકિત  અને ગૌભક્તિનું ઉત્તમ દૃષ્ટાંત !            એથી આગળ વધીએ, જામનગર તાલુકાના ઈશ્વરીયા ગામની બહેનો મનીષાબેન ની આગેવાની નીચે મહિલામંડળી બનાવી પંચગવ્યનું ઉત્પાદન  કરે છે. ગામની અને ગૌશાળાની ગાયો ના ગોમૂત્ર અને ગોબરમાંથી ગૌમૂત્ર અર્ક , ફીનાઈલ , સાબુ , શેમ્પુ , કીમ , ધૂપબતી, અગ્નિહોત્ર માટેની કેક , જંતુનાશક

Read more

મંડલીકપુર, ચુડવા, ખડીયા, ડુંગરી, જીંજરી જેવા ગૌચર ગામડે ગામડે નિર્માણ કરીએ.-ડો. કથીરિયા.

રાજકોટ: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના  પૂર્વ અધ્યક્ષ ડો.વલ્લભભાઈએ તાજેતરમાં રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના મંડલીકપુર, ચુડવા, ખડીયા, કલાણા, છત્રાસા, ડુંગરી, સરદારગઢ, જીંજરી અને પાટણવાવ ગામોની મુલાકાત લઇ, ત્યાંની ગૌશાળા અને ગૌચર ની કામગીરી નિહાળી હતી. વહેલી સવારથી શરૂ થયેલી યાત્રા દરમિયાન ડો. કથીરિયા સાથે ગૌસેવા દ્વારા ગૌશાળા અને ગૌચરનું સુચારૂ સંચાલન કરી આદર્શ પૂરો પાડનાર પ્રખર ગૌ સેવકો વિરજીભાઇ રાદડીયા, હરિસિંહ ઝાલા, જનક સિંહ જાડેજા, કાંતિલાલ ટિલાળા, દિનેશભાઈ, બાબુભાઈ તથા સ્થાનિક ગૌસેવકો જોડાયા હતા. ડો. કથીરિયા એ જેતપુર તાલુકાના મંડલીકપુર ગામ ની ગૌ સવર્ધન માટે શ્રેષ્ઠ સાંઢ તૈયાર કરી અન્ય જરૂરીયાત મંદ ગૌશાળા – ગ્રામ પંચાયતોને સાંઢપૂરા પાડતી પુરૂષોતમલાલજી ગૌશાળા તથા તે ગાયના ખાડા ટેકરાવાળી બંજર બની.ગયેલી ગૌચર ભૂમિને ભરતી ભરી , સમતલ કરી, ગૌમૂત્ર અને ગોબરયુક્ત ખાતર દ્વારા ફળદ્રુપ  બનાવી. ગૌશાળાની ગાયો માટે જુવાર, મકાઈ, નેપિયર જેવું ઘાસ ઉગાડતા  મોડેલ ગૌશાળા- ગૌચરની મુલાકાતથી પ્રવાસની શરૂઆત કરી. ગૌશાળા- ગૌચર મુલાકાત પ્રસંગે ગામના સરપંચ શ્રી હરેશભાઈ, ગૌસેવકો શ્રી મોહનભાઈ, જીગ્નેશ ભાઈ અને  મુકેશભાઈ એ ઉપસ્થિત રહી ગૌસેવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તે રીતે ચુડવા ગામે શ્રી હરિ બાપુ એ ૨૦૦ વીઘામાં  ગાંડાબાવળથી છવાયેલા ગૌચર ને સાફસુફ કરી આદર્શ ગૌચર નું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જ્યાં આજે નેપિયર ઘાસ લહેરાઈ રહ્યું છે. ડો. કથીરિયા એ ખડીયા અને કલાણા ગામોની ગૌશાળા સાથે  ગૌચર અને ગૌશાળા દ્વારા તૈયાર કરાતા બાયોફર્ટીલાઇઝર પ્લાન્ટની મુલાકાત લઇ, સૌને અભિનંદન પાઠવ્યા હતા.  છત્રાસા ગામે શરૂ થયેલી નવી ગૌશાળા માટે કાર્યકરોને અભિનંદન પાઠવી ગૌચર નિર્માણ માટે પ્રેરીત કર્યા હતા. ડુંગરી ગામના સેવાભાવી સેવક શ્રી દિનેશભાઈ ના પ્રયાસોથી નિર્મિત અને  ગૌસેવકો દ્વારા  આદર્શ સંચાલન કરી, બાયોફર્ટીલાઇઝર અને અન્ય ઉત્પાદનો દ્વારા  સ્વાવલંબન નું ઉદાહરણ પૂરું પાડતી ગૌશાળા માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા. ઉપસ્થિત ગૌસેવકો અને ગૌસેવિકાઓને ગૌસેવાનું . મહત્મ્ય સમજાવ્યું હતું.   આ ગૌશાળા ના  વૃક્ષાચ્છાદિત કેમ્પસને “ગૌ ટુરીઝમ” સેન્ટર  બનાવવા માટે પ્રેરણા આપી હતી. આ જ સિલસિલામાં સરદારગઢ અને જીંજરી તેમજ પાટણવાવ ની મુલાકાત લઇ કાર્યકર્તાઓને અન્ય ગામોમાં પણ આ જ પ્રકારના ગૌશાળા- ગૌચર નિર્માણ માટે  સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. ગૌચરની બાઉન્ડ્રી પર વૃક્ષારોપણ કરી વધુમાં વધુ વૃક્ષોના વાવેતર માટે વૃક્ષારોપણ કર્યું હતું. કોરોના કાળની શિખ રૂપે ગૌમાતાના શરણે જઈ વધુમાં વધુ ગૌસેવા, ગૌપાલન, ગૌસંવર્ધન ગૌ આધારિત સ્વાવલંબન અને ગૌચર

Read more

“મહિલા સશક્તિકરણ દ્વારા ગાય આધારિત અર્થ વ્યવસ્થા” વિષય પર દિલ્લીમાં માર્ગદર્શન આપતા ડો.વલ્લભભાઈ કથીરિયા

રાષ્ટ્રીય સહકારી શિક્ષણ કેન્દ્ર, દિલ્હી ખાતે ગાય આધારિત આર્થિક ઉપાજન ની પ્રવૃત્તિઓ અને મહિલા સશક્તિકરણ વિષય પર સેમિનાર રાખવામાં આવ્યો

Read more