Placeholder canvas

રાજકોટ: એઈમ્સનાં પ્રમુખ પદેથી ડૉ. વલ્લભ કથિરિયાનું રાજીનામું

ગુજરાતની પ્રથમ એઈમ્સનાં પ્રમુખ તરીકે રાજકોટનાં પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભ કથિરિયાની નિમણૂક કરવામાં આવી હતી. જોકે, નિમણૂકના ચાર જ દિવસ બાદ રાજીનામુ આપી દેવાની ઘટનાથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જોકે, એવી તે શું આફત આવી પડી કે કથિરિયાને રાજીનામુ આપવું પડ્યું તે સૌથી રસપ્રદ અને ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે.

કેન્દ્ર સરકારનાં પૂર્વમંત્રી અને રાજકોટનાં પૂર્વ સાંસદ ડૉ. વલ્લભ કથિરિયાને 16 ઓગસ્ટનાં રોજ મોટી જવાબદારી કેન્દ્ર સરકાર દ્વારા સોંપવામાં આવી હતી, જેમાં રાજકોટના જામનગર રોડ પર બની રહેલ ગુજરાતની પ્રથમ એઇમ્સના પ્રમુખ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા ડૉ. કથિરિયાની નિમણુંક કરવામાં આવી હતી. જોકે, નિમણૂકના ચાર જ દિવસ બાદ ડો. કથીરિયાએ 20 ઓગસ્ટના રોજ રાજીનામુ આપવું પડ્યું હતું અને 25 ઓગસ્ટના રોજ સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. જો કે રાજીનામુ શા કારણે આપવામાં આવ્યું તે સૌથી અગત્યનો રસપ્રદ અને ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે.

આ સમાચારને શેર કરો