Placeholder canvas

“મહિલા સશક્તિકરણ દ્વારા ગાય આધારિત અર્થ વ્યવસ્થા” વિષય પર દિલ્લીમાં માર્ગદર્શન આપતા ડો.વલ્લભભાઈ કથીરિયા

રાષ્ટ્રીય સહકારી શિક્ષણ કેન્દ્ર, દિલ્હી ખાતે ગાય આધારિત આર્થિક ઉપાજન ની પ્રવૃત્તિઓ અને મહિલા સશક્તિકરણ વિષય પર સેમિનાર રાખવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાએ ભારતની દેશી કૂળની ગાય દ્વારા પ્રાપ્ત થતાં આરોગ્ય, આધ્યાત્મિક, આર્થિક,પર્યાવરણ, કૃષિ, ઉર્જા સહિતનાં અનેક ક્ષેત્રોનાં લાભો અંગે સૌને માર્ગદર્શન આપ્યું હતું.

ગાય આધારિત ઉદ્યોગોની સ્થાપના થકી ૠષિ–કૃષિ સંસ્કૃતિનું પુનઃસ્થાપન થાય અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીનાં માધ્યમથી તેમજ ગૌ આધારિત ઉદ્યોગોથી મહિલાઓ અને ખેડૂતો આવક બમણી કરવાનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન પણ ઝડપથી સાકાર થાય તે માટે અવિરત પ્રયત્નો થઈ રહયાં છે. આ સેમિનારમા પૂર્વ સાંસદ,પૂર્વ મંત્રી અને એન.સી.યુ.આઈ.ના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી સહિત ભારતભરના વિવિધ સહકારી મંડળની મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સમાચારને શેર કરો