Placeholder canvas

રાજકોટમાં ગૌ-ટેક 2023 એક્સપો (મેળા)ની ચાલતી તડામાર તૈયારી…

આત્મનિર્ભર ભારત ગૌ આધારિત પ્રોડક્ટ મેક ઇન ઇન્ડિયા ના મોડેલ દ્વારા આજનો યુવાન  ધનવાન બની શકશે. : ડો.વલ્લભભાઈ કથીરિયા
૨૦૦ થી વધુ વિવિધ ગૌ પ્રોડક્ટના સ્ટોલ ,ગૌ વિષયક સેમિનારો ,દરરોજ રાત્રે ગૌ ડાયરોહસાયરોકવિ સંમેલન

રાજકોટ: વિશ્વ લેવલ નો ટેક્નિકલ બાબતોને ઉજાગર કરતો રાજકોટમા Gau tech 2023 ના પ્રદર્શન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તા. 24/ 5/2023 થી 28/05/2023 સુધી દરરોજ સવારના ૦૯:૦૦ થી સાંજ ના ૦૭:૦૦ સુધી  278785 સ્કવેર ફુટ ઉપર 4 ડોમ ઉભા કરવામા આવ્યા છે. ૨૦૦ થી વધુ વિવિધ ગૌ પ્રોડક્ટના સ્ટોલ ,તેમજ સેમિનારનો એક ડોમ રાખવામાં આવેલ છે. ગૌ આધારિત વિષયો ઉપર સેમિનારો યોજાશે. ઉપરાંત રોજ રાત્રે 8/30 વાગે ગૌ ડાયરો, હસાયરો, કવિ સંમેલન રાખવામાં આવ્યા છે. તમામ ડોમ એરકન્ડિશન હોવાને કારણે આવનાર મુલાકાતીઓને કોઈ જાતની અગવડ પડશે નહીં.

ગૌ ટેક 2023 એક્સપો (મેળો)ની તડામાર તૈયારીનું નિરીક્ષણ કરતા ડો. વલ્લભભાઈ કથીરિયા, રાજુભાઇ ધ્રુવ, હંસરાજભાઈ ગજેરા, કલ્પકભાઈ મણીયાર,મિતલભાઈ ખેતાણી, અતુલભાઈ ગોંડલીયા,અરુણભાઇ નિર્મળ  રાજુભાઇ ધારૈયા, શશીભાઈ જોશી,  નિલેશભાઈ શાહ, વિનોદભાઇ કાછડિયા, હરેશભાઈ પંડયા, હેમાંશુભાઈ રાવલ મુન્નાભાઈ (પેટરીયા સ્યૂટ્સ), અરવિંદભાઈ સોજીત્રા, તેજસ ચોટલિયા, પ્રિતેશભાઈ ગોહેલ સહિતના ગૌ ટેક કમિટીના સભ્યોએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

આ ગૌ ટેક -2023 એક્સપોમા ડેરીના ધંધાર્થીઓ, દૂધ પાઉડર વેચનાર,ડેરી મશીનરી વિક્રેતા,દૂધ પરીક્ષણની લેબોરેટરી સાધન વિક્રેતા,સાબુ બનાવનાર, કોસ્મેટિકના ઉત્પાદકો, સહકારી સંગઠનો,અર્ક વિતરકો, ગાયના છાણના વિવિધ મૂર્તિ ઉત્પાદકો,ધૂપ બનાવનાર,દવા બનાવનાર,કાષ્ટ બનાવનાર,ગોબર ગેસ ના પ્લાન્ટ નિર્માતાઓ,રંગ રસાયણ ઉત્પાદકો,જૈવિક ખાતર ના ઉત્પાદકો, બાયો ડી.એ.પી ઉત્પાદકો, ખાણદાણ બનાવનાર કંપનીઓ,પંચગવ્ય ના ઉત્પાદકો, ગર્ભ સંસ્કાર કેન્દ્રો,પ્રાકૃતિક કૃષિ ના બીજ નિર્માતાઓ,ઓર્ગેનિક ફળ કે શાક ના ઉત્પાદકો,ગાય ની આનુવંશિક કાર્યશીલ કંપનીઓ,રાજ્યપશુધન વિકાસ બોર્ડ,એન ડી આર આઈ,એન બી જી એ આર,આઈ વી આર આઈ અનુસંધાન કેન્દ્રો,પશુ ડોક્ટરોની ટીમો,આત્મનિર્ભર ગૌ પાલકો,પાંજરાપોળ માલિકો,ઇકો વિલેજના નિર્માતાઓ,કૌશલ વિકાસ કેન્દ્રો, કાઉ ટુરિઝમ, ચલાવનાર સંસ્થાઓ,એન આર આઈ તેમજ સ્વદેશી કંપનીઓ,સહકારી સંસ્થાઓ,જીવદયા કેન્દ્ર ચલાવનાર સંસ્થાઓ, એન જી ઓ,સી એસ આર કંપનીઓ ભાગ લઈ રહી છે. જેમાં ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર આત્મનિર્ભર ભારતના મેઇક ઇન ઇન્ડિયા ના મોડેલ દ્વારા આજનો યુવાન  ધનવાન બની શકશે.

આત્મનિર્ભર ભારતમાં રોજગારીનો મોટો વિકલ્પ,પર્યાવરણની સેવાનો ઉદ્દેશ, પ્રજા સ્વાસ્થ્ય માટે દેશ ફરી ગાય તરફ વળે,ગામડા તરફ વળે તેમજ પ્રકૃતિ તરફ વળે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે ડો. વલ્લભભાઈ કથીરિયાએ ગૌ ટેક 2023નું આયોજન કરવામાં આવેલ છે. તેમ ગૌ ટેક મીડિયા કો-ઓર્ડીનેટર અરૂણભાઈ નિર્મળ જણાવે છે.

આ સમાચારને શેર કરો