Placeholder canvas

વિશ્વ મહિલા દિન નિમિતે: અતુલ્ય માતૃશક્તિ અને વિશ્વમાતા ગૌમાતાને ભાવ વંદના -ડૉ.વલ્લભભાઈ કથીરિયા

         સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહમા તાલુકો જે હાલમાં અરવલ્લી જીલ્લાનો ભાગ છે , ત્યાનું નાનું એવું લક્ષ્મીપુરા ગામ. ગામમાં જાહેર કાર્યક્રમ બાદ એક કાર્યકરના ઘેર જમવાનું થયું. સાંજે જમતી વખતે ઘરમાં કાર્યકરે અને તેમના પત્નિ બંને ભાવપૂર્વક અમોને જમાડી રહ્યા હતા. જમતા જમતા મારાથી સ્વાભાવિક પ્રશ્ન પુછાઈ ગયો. ” બહેન , કેમ બાળકો દેખાતા નથી ? ” બહેને ગરમાગરમ રોટલી જમાડતા આનંદ અને ગૌરવ સાથે જવાબ આપ્યો ” સાહેબ , અમારા બંને બાળકો માઉન્ટ આબુ ઇંગ્લીશ મીડીયમમાં ભણે છે !  “અભિનંદન પાઠવતા મે વળતો સવાલ કર્યો ,  “બંનેને માઉન્ટ આબુમાં  ભણાવવા તમને પોષાય છે ? “ ઘરની સામાન્ય સ્થિતિ જોતા એવું લાગતું હતું કે કુટુંબ બહું ધનાઢય નહિ  હોય. છતા બાળકોને સારો અભ્યાસ મળે તે માટે માતા – પિતાની ભાવના વંદનીય હોય જ ! તુરત જ બહેન મને તેમના ફળિયામાં જ સામે કોઢમાં બાંધેલી ચાર ગૌમાતા તરફ આંગળી ચીંધી કહે છે , “સામે ઉભેલી ચાર ગૌમાતાના દૂધમાંથી જ અમારા બંને બાળકોનો વાર્ષિક ખર્ચ નીકળી જાય છે ! દશ વિઘા જમીનની પેદાશમાંથી જે આવક થાય તે વધારાની ! આનંદથી રહીએ છીએ અને તમારા ભાઈ થાય તેટલી સમાજસેવા કરે છે !” મને થયું , વાહ , ગૌસેવા અને તેમાંથી આર્થિક ઉપાર્જન નું આથી ઉત્તમ દષ્ટાંત ક્યુ હોઈ શકે.

           ગો, ગંગા, ગાયત્રી , ગીતા અને ગોવિંદની આ ભારતીય સંસ્કૃતિમાં ગાયને વિશ્વમાતા અને સર્વસુખપ્રદાયિની કહી છે. આપણી માતાની જેમ જ ગૌમાતા પણ વાત્સલ્ય અને કરૂણાની મૂર્તિ છે. અને તેથી જ માતા સમાન મહિલાઓ ગૌમાતાની સેવા , ગોપાલન અને ગૌસંવર્ધન ક્ષેત્રે વિશેષ યોગદાન આપે છે, જે આપણા સૌ માટે આશ્વાસનરૂ૫ છે.

           જામનગર જીલ્લાના ધ્રોળ તાલુકાનું લતીપર ગામ. લતીપરની રાસ મંડળી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મશહૂર છે. ત્યાંની બહેનોના અલગ અલગ ધૂન મંડળો , મહિલા મંડળો ગૌસેવા માટે પણ એટલા જ સમર્પિત છે. ગામની ગૌશાળાની ગાયો માટેના ચારાની ૮૦% ટકા જેટલી રકમની પૂર્તિ વાર – તહેવારે ધૂન – ગીત – ભક્તિગીતો કથા જેવા સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો દ્વારા  ઉઘરાવી આ બહેનો જ કરે છે ! ધન્ય છે આ મહિલા મંડળોને ! ધર્મભકિત  અને ગૌભક્તિનું ઉત્તમ દૃષ્ટાંત !

           એથી આગળ વધીએ, જામનગર તાલુકાના ઈશ્વરીયા ગામની બહેનો મનીષાબેન ની આગેવાની નીચે મહિલામંડળી બનાવી પંચગવ્યનું ઉત્પાદન  કરે છે. ગામની અને ગૌશાળાની ગાયો ના ગોમૂત્ર અને ગોબરમાંથી ગૌમૂત્ર અર્ક , ફીનાઈલ , સાબુ , શેમ્પુ , કીમ , ધૂપબતી, અગ્નિહોત્ર માટેની કેક , જંતુનાશક અને પંચગવ્ય દવાઓ અને સેન્દ્રીય ખાતર – બાયો ફર્ટિલાઈઝર, દેવી –દેવતાઓની મૂર્તિઓ, દીવાઓ જેવી અનેક બનાવટોનું ઉત્પાદન  કરે છે.  આ પેદાશોના વેચાણ માટે ” ગોધન પંચગવ્ય મોલ”  પણ ઊભો કર્યો છે. ગૌસેવા દ્વારા સ્વાર્થ સાથે પરમાર્થ !

           ગુજરાતની ગીર અને કાંકરેજ ગાય વિશ્વની શ્રેષ્ઠ ઓલાદ છે . ગીર ગાયનું દૂધ , દહીં , ઘી , ગોમૂત્ર અને ગોબર અમુલ્ય છે. આપણી દેશી ગાયનું દૂધ શ્રેષ્ઠ ઔષધ છે. શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ, બાળકોની તીવ્ર બુધ્ધિ અને યાદ  શક્તિ અને બાળકોના શારીરિક અને માનસિક ઉત્તમ ઘડતર માટે ગાયનું દૂધ શ્રેષ્ઠ છે. ગાયનું ઘી મગજના રોગોથી માંડી

આ સમાચારને શેર કરો