સુરેન્દ્રનગર: મિયાણા વાડમાં નવ શખ્સોનો ધોકા, પાઇપ અને છરી વડે યુવાન પર હુમલો…
સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોક વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસની પાસે તાપણું કરી રહેલા યુવાન ઉપર નવ શખ્સોએ હુમલો કરતા તેને ગંભીર ઇજાઓ પહોંચાડતા તાત્કાલિક અસરે તેને સારવાર માટે સુરેન્દ્રનગર સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની નવ શખ્સો સામે ફરિયાદ પણ નોંધાઇ છે.
જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોક વિસ્તારમાં પોસ્ટ ઓફિસની પાછળ આવેલા મિયાણા વાડ ખાતે યાકુબખાન કાળુખાન પઠાણ નામનો શખ્સ તાપણું કરી રહ્યો હતો. ત્યારે અગાઉના મન દુ:ખના કારણે નવ જેટલા શખ્સો કાળો ફતે મહંમદ સદામૈયા સુજાન અબ્બાસ સહિતના નવ શખ્સોએ ભેગા મળી અને આ યુવાન ઉપર ઘાતકી હુમલો કર્યો હતો.અને યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક અસરે તેને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે અને બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.