skip to content

રાજકોટ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મહિલા પોલીસ કર્મચારી સ્ટંટ દરમિયાન મોટરસાઇકલ પરથી પટકાયાં

રાજકોટ સહિત હાલ દેશભરમાં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન મહિલા પોલીસ દ્વારા મોટરસાઇકલ પર કરતબ કરવામાં આવ્યું હતું. આ સ્ટંટ દરમિયાન અચાનક મહિલા પોલીસનું બાઈક સ્લિપ થઈ ગયું હતું. એને પગલે તરત પોલીસકર્મીઓ તેમની સહાયતા કરવા એકઠા થયા હતા, જોકે સદનસીબે મહિલાને કોઈ જાનહાનિ થવા પામી નથી.

રાજકોટમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સમયે આયોજિત પરેડમાં અકસ્માતનો બનાવ બન્યો હતો. મહિલા પોલીસ દ્વારા બાઇક પર વિવિધ કરતબ બતાવવામાં આવ્યાં હતાં. ત્યારે સ્ટંટ દરમિયાન દુર્ઘટના બની હતી. એક મહિલા પોલીસકર્મચારી સ્ટંટ દરમિયાન મોટરસાઇકલ પરથી પટકાયાં હતાં. સ્ટંટ દરમિયાન બાઈક સ્લિપ થયું હતું, જેથી મહિલા કર્મચારી નીચે પટકાયાં હતાં. તેમને સામાન્ય ઇજા પહોંચી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ સમાચારને શેર કરો