સુરત: ૪વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ પકડાયો.
4 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો ત્યારે તેણે ગુનાની કબૂલાત સાથે આજીજી કરતાં કહ્યું કે, ‘સાહેબ, ફાંસીવાલી ગલતી હો ગઈ, માફ કર દો.
સુરત : શહેરનાં સચિન જીઆઇડીસી વિસ્તારની પરપ્રાંતીય પરિવારની 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર 24 વર્ષનો સચબિંન બંસીલાલ નિશાદને ઝડપી પાડવામાં આવ્યો છે. શહેર પોલીસનાં 332 પોલીસકર્મી-અધિકારીઓએ 84 કલાક સુધી મહેનત કરી ઘટના બની તેના 650 મીટરનાં દાયરામાં આવતા 50 જેટલા સીસીટીવી કેમેરાનું ચેકિંગ કરી શુક્રવારે વતનની ટ્રેન પકડે તે પહેલા જ દબોચી લીધો હતો.
આ દુષ્કર્મી રહે. રૂમ નં-6, પ્લોટ નં-1014, રોડ નં-87, કિશોર ગોવિંદ રૈયાણીની ચાલ, પહેલો માળ, સચિન જીઆઇડીસીમાં રહેતો હતો. જ્યારે આ નરાધમને પોલીસે ઝડપી પાડ્યો ત્યારે તેણે ગુનાની કબૂલાત સાથે આજીજી કરતાં કહ્યું કે, ‘સાહેબ, ફાંસીવાલી ગલતી હો ગઈ, માફ કર દો.
અત્રે ઉલ્લેખનિય છે કે સચીન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની 4 વર્ષની બાળકી મોડી રાતે તેના પિતા સાથે રામલીલા કાર્યક્રમમાં ગઇ હતી. જ્યાં પિતા સ્ટેજ પાસે આરતી લઇને ત્રણ-ચાર મિનિટમાં પરત આવ્યા તે દરમિયાન બાળકી ભેદી રીતે ગૂમ થઇ ગઇ હતી. પિતાને થયું કે ઘરે જતી રહી છે. ઘરે જઇને ન મળતા આસપાસ શોધખોળ કરવા છતા મળી નહોતી.
જે બાદ સવારે સાડાચાર વાગ્યાની આસપાસ માસૂમ બાળાનો ઠંડીમાં ધ્રુજતી હાલતમાં રડવાનો અવાજ આવતા માતાએ બહાર જઇને જોયું તો દીકરી ગંભીર હાલતમાં હતી. તેના ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હોવાથી અઘટિત થયાની આશંકાથી નવી સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં તપાસ બાદ જાણ થઇ હતી કે તેની સાથે દુષ્કર્મ થયું છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…