Placeholder canvas

“અખિલ કચ્છ હિંગોરા સમાજ” દ્વારા સતત ચોથા વર્ષે સમુહ શાદીનું સફળ આયોજન…

વિંઝાણ: કચ્છ જીલ્લાના અબડાસા તાલુકા મધ્યે અખિલ કચ્છ હિંગોરા સમાજ સંચાલિત હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા ચોથી સમુહ શાદી નો આયોજન કરવામાં આવ્યું હતું

પ્રોગ્રામની શરૂઆત મુસ્તાક મૌલાના અને અબ્દુલખાલિદ મૌલાનાએ કુરાન શરીફની આયાતોની તિલાવત કરી હતી, સૈયદ સલીમ બાપુ દ્વારા નિકાહ વિષે બયાન કરવામાં આવ્યો હતો ત્યારબાદ સમગ્ર કચ્છ જિલ્લામાંથી વીસ દિકરીઓની નિકાહ સૈયદ અલ્હામાં અલ્હાજ અમીનશા ફરઝંદ એ મુફ્તીએ આઝમ કચ્છ દ્વારા પઢાવવામાં આવી હતી, સદરે જલસા સૈયદ ડૉ. અલ્હામા અલ્હાજ જહાંગીરશા બાવા સાહેબ દ્વારા સમાજ સેવા વિષે બયાન અને દુઆ એ ખેર કરવામાં આવ્યું હતું, સલાતો સલામ સૈયદ બસીરશા બાવા સાહેબ દ્વારા પડાવવામા આવ્યું હતું.

તમામ દિકરીઓને ઘરવખરીનું સામાન હિંગોરા સમાજ દ્વારા આપવામાં આવ્યો હતો, તેમજ પ્રત્યેક દુલ્હનનો કન્યા દાન પેટે છ હજાર છસો પચાસ (6,650) રૂપિયા રોકડ રકમ દાતાઓ દ્વારા આપવામાં આવી હતી તેમજ દાતાઓ દ્વારા ગીફ્ટ અને દીની કિતાબો આપવામાં આવી હતી,

સમાજના ખજાનચી હુસેન હિંગોરા સાહેબએ જણાવ્યું હતું કે સમૂહ શાદી માં જોડાયેલ પ્રત્યેક દીકરીને સરકાર શ્રી તરફથી કુંવરબાઈનું મામેરું યોજના તથા સાત ફેરા સમુહ લગ્ન યોજના હેઠળ (12,000+12,000) એમ કુલ ચોવીસ હજાર રૂપિયા દીકરીઓને મળે એ વહીવટી પ્રક્રિયા સંસ્થાના માધ્યમથી કરવામાં આવશે,સમુહ શાદીનું તમામ ખર્ચ ફક્ત હિંગોરા સમાજના દાતાઓ દ્વારા કરવામાં આવેલ હતું , સમૂહ શાદીમાં પધારરેલ મહેમાનો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોનું સ્વાગત અને આભાર વિધિ અખિલ હિંગોરા સમાજ વતી સમાજના પ્રમુખ હાજીજુણસ હિંગોરા દ્વારા કરવામાં આવી હતી, પ્રોગ્રામની વ્યવસ્થા સમાજની યુવા ટીમએ કરી હતી એવુ સમાજના મહામંત્રી અબ્દુલ ખાલિદ હિંગોરા એ જણાવ્યું હતું.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો