Placeholder canvas

રાજ્યમાં ST બસના ભાડામાં વધારો : કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો.

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)દ્વારા ચલાવતી બસ સેવાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારો લાગુ થનારા ભાડામાં રૂ. એકથી લઈને 6 રૂપિયા સુધીનો વધારો થશે. રાજ્યમાં રોજ 10 લાખ લોકો બસની મુસાફરી કરતા હોય છે.

ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા એસટી બસોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. લોકલ, એક્સપ્રેસ અને નોન એસી સ્લીપર બસના ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં લોકલમાં 16 પૈસા, એક્સપ્રેસમાં 17 પૈસા અને નોન એસી સ્લીપરમાં 15 પૈસા પ્રતિ કિલોમીટર ભાવ વધારો કરાયો છે.

સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો.

સરકારી તેલ કંપનીઓએ આજથી એટલે કે 1 ઓગસ્ટથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. અગાઉ 4 જુલાઈએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો નજીવો વધારો થયો હતો. આ સમયે, ઘરેલુ એટલે કે 14.2 કિલોગ્રામ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લી વખત તેની કિંમતમાં 1 માર્ચ, 2023ના રોજ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

આ સમાચારને શેર કરો