Placeholder canvas

વાંકાનેર: લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવનાર કોન્ટ્રાકટરની ધરપકડ

ઔદ્યોગિક સંકુલોને લાયસન્સ વગર સિક્યોરિટી પુરા પાડનાર ઈસમો વિરુદ્ધ મોરબી એસઓજી દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જે અન્વયે પંચાસીયાથી અદેપર જતા રોડ ઉપર પેપર મિલમાં લાયસન્સ વગર સિક્યુરિટી કોન્ટ્રાકટ ચલાવનારને મોરબી એસઓજી પોલીસ ટીમે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મળેલ માહિતી મુજબ મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર તાલુકાના પંચાસીયાથી અદેપર જતા રોડ ઉપર આવેલ પવનસુત પેપર મિલના ગેઇટ પાસે એક શખ્સને બોલાવી પૂછતાછ કરતા પોતે સિક્યુરિટી ગાર્ડ હોવાનું જણાવી અહીં રામસિંહ ફુલસિંહ રાજપૂતના કોન્ટ્રાકટ હેઠળ નોકરી કરતો હોવાનું જણાવતા પોલીસ ટીમે કોન્ટ્રાકટર રામસિંહ ફુલસિંહ રાજપૂતને બોલાવી પૂછતાછ કરતા પોતાની પાસે સિક્યુરિટી ગાર્ડ પુરા પાડવા માટે લાયસન્સ ન હોવાનું જણાવતા એસઓજી ટીમે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

આ કામગીરી એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઇ એમ.એસ.અંસારી, કે.આર.કેસરિયા, એએસઆઇ રસિક કુમાર કડીવાર, ફારૂકભાઈ પટેલ, કિશોરદાન ગઢવી, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ જોગરાજીયા, જુવાનસિંહ રાણા, મહાવીરસિંહ પરમાર, શેખભાઈ મોરી, કોન્સ્ટેબલ આસિફભાઇ રાઉમાં,ભાવેશભાઈ મિયાત્રા, માણસુરભાઈ ડાંગર, સામંતભાઈ છુછિયા, કમલેશભાઈ ખામ્ભલિયા અને અશ્વિનભાઈ લોખીલ દ્વારા કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો