skip to content

આગામી7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શકયતા ઓછી…

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યાનું હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આજથી વરસાદનું જોર ઘટી જવાની સંભાવના હોવાથી છૂટોછવાયો વરસાદ પડશે. આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. દરિયામાં કરંટને લઈને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે ચેતવણી આપી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હાલ ગુજરાત રાજ્યમાં કોઈ સિસ્ટમ નથી. આથી ગુજરાતમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદમાં હળવો વરસાદ વરસી શકે છે. આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા નથી. ગુજરાતમાં સિઝનનો 85 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. પરંતુ 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો