Placeholder canvas

રાજકોટ:એમ.જે.કુંડલિયા કોલેજના પ્રોફેસરે કર્યું Ph.Dની વિદ્યાર્થિનીનું યૌનશોષણ.

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વધુ એક ગાઈડનું નામ યૌનશોષણના પ્રકરણમાં સામે આવ્યું છે. એમ.જે. કુંડલિયા કોલેજના પ્રોફેસર પાસે પીએચડી કરતી એક વિદ્યાર્થિનીએ ગાઈડ જ્યોતિન્દ્ર જાનીએ પોતાની સાથે અણછાજતું વર્તન કરી શારીરિક છેડછાડ કરી હોવાની ફરિયાદ કરતા કુલપતિએ યુજીસીના નિયમ મુજબ એક કમિટી નીમી તપાસનો આદેશ કર્યો હતો.

કમિટી સમક્ષ કેટલીક ચોંકાવનારી હકીકત આવી હતી અને પ્રોફેસરે વિદ્યાર્થિનીની અનિચ્છા હોવા છતાં તેને સ્પર્શ કરી સન્માન ઘવાય તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. કમિટીના રિપોર્ટના આધારે કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ કુંડલિયા કોલેજના પ્રોફેસર સામે 7 દિવસમાં પગલાં લેવા એસ.ડી.આર.બી. હોમ સાયન્સ એન્ડ સ્વ. એમ.જે. કુંડલિયા અંગ્રેજી માધ્યમ મહિલા કોમર્સ કોલેજના સંચાલકોને આદેશ કર્યો છે.

આ સમાચારને શેર કરો