Placeholder canvas

માળીયા: હરીપર પાસે કન્ટેનરની પાછળ ટ્રક ઘૂસી જતા ડ્રાઈવર અને ક્લિનરના મોત

માળીયા : હાઇવે ઉપર હરીપર ગામ પાસે બંધ પડેલા કન્ટેનરના પાછળ ટ્રક ઘુસી જતા ટ્રકના ડ્રાઈવર અને ક્લિનરના મૃત્યુ નિપજ્યા હતા.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા – કચ્છ હાઇવે ઉપર હરીપર ગામ નજીક આર.જે.-09-જી.ડી.6463 નંબરનો ટ્રક લઈને જઈ રહેલા ટ્રક ચાલક દીલીપ ગેદાલાલ ભુરીયા રહે.ગામ- નાદાન ખેડા ચીલુર જી.ધાર, મધ્યપ્રદેશ વાળાએ આગળ બંધ પડેલા જી.જે.-03-બીવી-9998 નંબરના કન્ટેનરની પાછળ ટ્રક અથડાવી દેતા ટ્રક ચાલક દીલીપ ગેદાલાલ ભુરીયા અને ક્લીનર નરવલસીંગ કૈલાશસીંગ નીનામાનું ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો