Placeholder canvas

વાંકાનેર: દોશી કોલેજના આઠ વિદ્યાર્થીઓનું પોલીસમાં સિલેક્શન…

છેલ્લા બે વર્ષથી દોશી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ દેશની રક્ષા માટે જઈ શકે તેથી ફિઝિકલ ફિટનેસ તેમજ રનીંગમાં સારુ પરફોર્મન્સ બતાવી શકે તે માટે રોજ સવારે ૬:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન નિસ્વાર્થ ભાવે શ્રી દોશી કોલેજના વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓ હાલ ગવર્મેન્ટ જોબ કરી રહ્યા છે. અને હાલમાં પોલીસ કોન્સ્ટેબલ નું જે ફાઇનલ લિસ્ટ આવેલ તેમાં એન.સી.સી. કેડેટ તેમજ શ્રી દોશી કોલેજમાં તાલીમ લીધેલા ૮ (આઠ) વિદ્યાર્થીઓ પોલીસ ડિપાર્ટમેન્ટની નોકરીમાં જોડાયા છે

દોશી કોલેજના પોલીસમાં જોડાયેલ 8 વિધાર્થીઓ

૧. બલદેવ પરબતભાઈ ડાભી
૨. અજય વાલજીભાઈ દલસાણીયા
૩. દિગ્વિજયસિંહ મહાવીરસિંહ રાણા
૪. લકીરાજસિંહ દિપસિંહ ઝાલા
૫. ધર્મરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા
૬. વિહાર દિનેશભાઈ ભાલસોડ
૭. શિવરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા
૮. કુલદીપસિંહ લગધીરસિંહ રાયજાદા

શ્રી દોશી કોલેજના આ તમામ તાલીમાર્થીઓને કેપ્ટન ડૉ. યોગેશ એ. ચાવડાએ યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય તાલીમ પુરી પાડી હતી જેથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં નિમણુક પામેલ વિદ્યાર્થીઓ અને ડૉ. યોગેશ એ. ચાવડાને દોશી કૉલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

આ સમાચારને શેર કરો