Placeholder canvas

દાહોદમાં રાજપુત સમાજ દ્વારા વિજયાદશમી નિમિત્તે શોભાયાત્રા કાઢી શસ્ત્ર પૂજા કરવામાં આવી.

By દિનેશ પરમાર-દાહોદ
આજે નવરાત્રીના નવ દિવસ આરાધના કર્યા બાદ વિજયાદશમી નિમિત્તે હિન્દૂ સમાજ દ્રારા ઠેર ઠેર શસ્ત્ર પૂજા કરવામાં અને શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે.

દાહોદ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજા અને ભવ્ય બાઇક શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં મુખ્ય મહેમાન રાહુલસિંહજી રાજપુત કારોબારી અધ્યક્ષ રાષ્ટ્રીય કરણી સેના ગુજરાત પ્રદેશ રાજકોટ તથા સુરપાલસિંહજી રાજપુત જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય કરણી સેના જુનાગઢથી દાહોદ ખાતે આવ્યા હતા.

આ ભવ્ય શોભાયાત્રા પડાવ રોડ નગરપાલિકા યાદગાર ચોક, બિરસા મુંડા સર્કલ, સરસ્વતી સર્કલ, સ્વામી વિવેકાનંદ સર્કલ થી ગોદી રોડ રેલવે બ્રિજથી ઠક્કરબાપા ચોકડી થઈ મંડાવાવ રોડ પર પૂર્ણાવતી કરવામાં આવી હતી.

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો