તમારું હથિયાર કોઈને સોશ્યલ મીડિયામાં વટ પાડવા ફોટા પાડવા આપવું ભારે પડી શકે છે. વાંચો પંચાસીયાનો કિસ્સો !

વાંકાનેર : અત્યારે સોશિયલ મીડિયાના અભરખામાં લોકો વટ પાડવા ન કરવાનું કરી રહ્યા છે. તેવામાં વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે ઇન્સ્ટાગ્રામમાં હથિયાર વાળા ફોટા પોસ્ટ કરવા યુવાનને ભારે પડ્યા છે. એસઓજી ટીમે આ યુવાનની અને પરવાના વાળું હથિયાર ફોટો પાડવા માટે આપનાર વૃદ્ધની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી માહિતી મુજબ ઇન્સ્ટાગ્રામમાં વિક્રમભાઇ મુકેશભાઇ કોટીયાએ યુઝર આઇ.ડી.- mukeshkotdhyas માં હથીયાર સાથે ફોટાઓ અપલોડ કરેલ હોય એસઓજી ટીમને ધ્યાને આવતા પંચાસીયા ગામે જઈને વિક્રમભાઇ મુકેશભાઇ કોઢીયા ઉવ.૨૨ ધંધો-ખેતી રહે. પંચાસીયા તા.વાંકાનેર તેમજ હથિયારના પરવાનેદાર હંસરાજભાઇ કુંવરજીભાઇ કોળીયા ઉવ.૬૫ ધંધો ખેતી રહે.પંચાસીયા તા.વાંકાનેરને પકડી પાડી તેમની વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં હથિયાર પરવાનાની શરતો ભંગ અંગે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. સાથે પોલીસે પરવાના વાળુ બાર બોર ડબલ બેરલ હથિયાર નંગ-૧ કિ,રૂ:૬૦,૦૦૦ કબજે કર્યું છે.

આ કામગીરીમાં એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યા, પો.સબ.ઇન્સ. કે.આર.કેસરીયા, એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, રસીકકુમાર કડીવાર, સબળસિંહ સોલંકી, કોન્સ. મહાવિરસિહ પરમાર, જુવાનસિંહ રાણા, શેખાભાઇ મોરી, મુકેશભાઇ જોગરાજીયા, સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા, આશીકભાઇ રાઉમાં, માણસુરણાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ લોખિલ રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો