Placeholder canvas

40 ફૂટ ઊંડા બોરવેલમાં અઢી વર્ષની માસૂમ બાળકી ફસાઈ : બચાવ કામગીરી શરૂ…

જામનગરના તમાચણ ગામે અઢી વર્ષની માસૂમને બહાર કાઢવા દોઢ કલાકથી બચાવની કામગીરી પૂરજોશમાં

જામનગર તાલુકાના તમાચણ ગામે વાડી વિસ્તારમાં અઢી વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી જતાં ફસાઈ ગઈ હતી. ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.

જામનગર તાલુકાના તમાચણ ગામમાં અઢી વર્ષની બાળકી 35થી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં ફસાઈ ગઈ છે. વાડી વિસ્તારમાં બોરવેલમાં બાળકી ફસાઈ જતાં આસપાસના લોકો તેમજ ગ્રામજનો દોડી આવ્યાં હતાં. ફાયરની ટીમની સાથે 108ની ટીમ પણ બાળકીને બચાવવા તાત્કાલિક દોડી આવી હતી. ટીમોએ હાલ રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું છે. બચાવ કામગીરીમાં ફાયરબ્રિગેડ શાખા અને ગ્રામજનો સહિતના લોકો જોડાયા છે… 

આ સમાચારને શેર કરો