Placeholder canvas

વાંકાનેર: વરડુસર ગામે ખરાબામાં બોર કરવાની ના પાડી કૌટુંબિક કાકા, કાકીએ ભત્રીજાનું માથું ફોડી નાખ્યું.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં વાડીની બાજુમાં આવેલ ખરાબાની જગ્યામાં બોર કરવા મામલે યુવાનને કૌટુંબિક કાકા, કાકી અને તેમના દિકરાઓએ માર મારી માથું ફોડી નાખતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે વરડુસર ગામે રહેતા મોમભાઈ નાથાભાઈ ડાભીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના ભત્રીજા રણજીત સાથે તેઓ વરડુસર ગામની સીમમાં રણજીતની વાડીએ બાજુમાં ખરાબામાં બોર કરવા જતાં રણજીતના કૌટુંબિક કાકા એવા આરોપી રાજભાઈ હીરાભાઈ ડાભી, કાકી વેજીબેમ હીરાભાઈ ડાભી તેમના પુત્રો વિશાલ હીરાભાઈ ડાભી અને મહેશભાઈ હીરાભાઈ ડાભીએ આ ખરાબો અમારો છે તેવું કહી ગાળાગાળી કરી રણજીતને માથામા લોખંડનો પાઇપ ફટકારી માથું ફોડી નાખી ઇજાઓ પહોંચાડી હતી.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો