Placeholder canvas

મોરબી: તમાકુ કન્ટ્રોલ સેલ દ્વારા ક્રિષ્ના સ્કૂલમાં વ્યસન મુક્તિ જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબી: તમાકુ કન્ટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- રવાપર દ્વારા રવાપર ગામે આવેલી ક્રિષ્ના પ્રાથમિક શાળામાં વ્યસન અંગેની જાગૃતિ કેળવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં ૪૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/ સ્ટોપ સ્મોકિંગ જેવા કલ્પનાશીલ અને માર્મિક ચિત્રોને વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા હતા.  જેમાંથી શ્રેષ્ઠ ચિત્રનું સર્જન કરનારને વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે પુરસ્કાર આપવામ આવ્યો હતો અને અન્ય ૫૦ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે પેન, પેન્સિંલ, રબ્બર, સંચો સહિતની સ્ટેશનરી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે મેડિકલ ઓફિસર ડો. રીંકલબેન સાણંદિયાના સ્ટાફ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને વ્યસન દ્વારા થતી શારીરિક અને આર્થિક નુકસાની વિશે માહિતી પ્રદાન કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય, તમામ સ્ટાફગણ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- રાજપરના સુપરવાઈઝર દિનેશભાઈ રાંકજા સબ સેન્ટર સ્ટાફ, CHO- પ્રગનેશભાઈ પટેલ RBSK મેઓ અમિત ઘેલાણી, FHW પિન્ટુબેન જામારિયા MPHW- વિજયભાઈ ગોસાઇએ  જહેમત ઉઠાવી હતી

આ સમાચારને શેર કરો