રાતેદેવળીમાં થેલેસેમિયાના દર્દી માટેના રક્તદાન કેમ્પમાં 240 બોટલ રક્તદાન થયું.

વાંકાનેર ગઈકાલે ગુરુવારે વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામ ખાતે થેલેસેમિયાના દર્દી માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને રક્તદાન કરવામાં ભારે ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા.

ગઈ કાલે વાંકાનેર તાલુકાના રાતેદેવડીના પેટાપરા નવાગામમાં થેલેસેમિયાના દર્દી માથકીયા મહંમદસાકીર યુસુફભાઈ જેવો થેલેસેમિયા મેજરના દર્દી હોય તેમને વારંવાર બ્લડ ચડાવવાની જરૂરિયાત થતી હોવાથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. નાના એવા ગામમાં આ રક્તદાન કેમ્પમાં 240 દાતાઓએ રમત કર્યું હતું આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે યુવાનો અને આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. બ્લડ એકત્રીકરણ કરવાનું સેવા રાજકોટની લાઈફ બ્લડબેંક કરી હતી.

આ સમાચારને શેર કરો