Placeholder canvas

લીંબડી પાસે ટ્રક અકસ્માત બાઇક ચાલકનું મૃત્યુ

લીંબડી-અમદાવાદ હાઈવે પર લિંબડી PGVCL કચેરી પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. લીંબડી અમદાવાદ હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી એક વ્યકિતની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે આ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હાઈવે પર અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. લીંબડી-અમદાવાદ હાઈવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બાદ ટ્રકનો ડ્રાઇવર ટ્રક મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. બંને બાજુ વાહનોની લાગી લાઈન લાગી હતી. પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી અકસ્માત ગ્રસ્ત વાહનોને રોડ પરથી દૂર કરી રસ્તો ચાલુ કરાવ્યો હતો.

આ સમાચારને શેર કરો