Placeholder canvas

રાજકોટમાં ખાખી એ મહેકાવી માનવતા : શિયાળાની ઠંડીમાં નિરાધારને 500 ધાબળાનું વિતરણ કર્યું.

રાજકોટ: અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે. ત્યારે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે.એવામાં જે લોકો ગરીબ છે અને ફુટપાથ પર રહીને પોતાનું ગુજરાન ચલાવતા હોય તેઓની હાલત કેવી કફોડી થતી હશે તે તો તેઓ જ જાણતા હોય.એવામાં ઘણા લોકો એવા પણ હોય છે કે જે ગરીબ લોકો અને ફુટપાથ પર રહેતા લોકોને વસ્ત્રો દાન કરે અથવા તો ધાબળાઓનું દાન કરે.જેથી કરીને તેઓ ઠંડીથી બચી શકે.

ત્યારે રાજકોટ પોલીસે જણાવ્યું હતું કે આપણે તો અત્યારે પાકા મકાનમાં રહીએ છીએ.તો પણ આપણને ઠંડી લાગે છે.ત્યારે ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો અને જે લોકોને જરૂરિયાત આ ઠંડીના કારણે ઘણા પરેશાન હોય છે.ત્યારે જે દાતાઓ હોય છે તેની સહાયથી અમે જે ઝુંપડપટીના વિસ્તારમાં લોકો રહે છે તેઓને 500 જેટલા ધાબળાઓનું વિતરણ કર્યું હતુ. અને હજુ પણ વધારે 500 ધાબળાઓનું વિતરણ કરશે.

કોઠારિયા અને સાત હનુમાન પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં આ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મને એક કવિતા યાદ આવે છે કે ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે; ખંડેરની ભસ્મકણી ન લાધશે!

બસ તમારે કંઈક કરવાની ઈચ્છા હોય તો તમે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની મદદ કરી શકો છો. કારણ કે આ ઠંડી જેવી ઋતુમાં આ લોકોનું જીવન ખુબ મુશ્કેલ ભરેલું હોય છે.ત્યારે પોલીસની આ કામગીરી ખુબ જ સરાહનીય છે અને લોકો પણ પોલીસના વખાણ કરી રહ્યાં છે.

આ સમાચારને શેર કરો