રાજકોટ: યોગીદર્શન અને શ્રીનાથજી સોસાયટીમાં જુગાર રમતી 3 મહીલા સહીત 10 પકડાયા
રાજકોટ: યોગીદર્શન શેરીમાં બંધબારણે અને શ્રીનાથજી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતી ત્રણ મહીલા સહીત દસ શખ્સોને પોલીસે દબોચી રૂા.78500ની રોકડ કબ્જે કરી હતી. દરોડાની વિગત અનુસાર ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એન.જે. હુણ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે યોગીદર્શન શેરી નં.2માં રહેતા અશોક ગંગવાણીના મકાનમાં બંધબારણે જુગાર રમાય છે તેવી બાતમીના આધારે કોન્સ્ટેબલ કુલદીપસિંહ સહીતનાએ દરોડો પાડી પત્તા ટીંચતા અશોક સંતરામ ગંગાવાણી (ઉ.55), ગભરૂ કાના નાંગર (ઉ.47), કમલેશ ગુલાબ જોગીયાણી (ઉ.51), અશ્ર્વીન બજુ ધાનક (ઉ.54), રૂષીરાજ પ્રવિણચંદ્ર કોઠારી (ઉ.45) અને ઉર્મીલાબેન પ્રવીણચંદ્ર કોઠારીને દબોચી રૂા.57500ની રોકડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઈ એન.એસ. મહેશ્ર્વરી ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે શ્રીનાથજી સોસાયટી શેરી નં.7 પાસે જાહેરમાં પત્તા ટીંચતા અલ્પેશ રમણીક ગોટેચા, ભરત મોહન મુળીયા, હંસાબેન ડાયા ડવેરા અને મંજુબેન ભનુ ગુજરાતીને દબોચી રૂા.21300ની રોકડ કબ્જે કરી હતી. તેમજ રેલનગરમાં સુભાષચંદ્ર ટાઉનશીપના ગેઈટ પાસે જાહેર રોડ પર વોટસએપ મારફતે મોબાઈલમાં વરલી ફીચરના આંકડા લેતો વિપુલગીરી ઉર્ફે ગુરૂ જયેશગીરી ગોસ્વામી (ઉ.વ.26-રહે. રેલનગર, આસ્થા ચોક, સુભાષચંદ્ર ટાઉનશીપ)ને એલસીબી ઝોન-1ની ટીમે દબોચી રૂા.10 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.