Placeholder canvas

રાજકોટ સિવિલમાં થેલેસેમિયાની દર્દીને ફિલ્ટર કર્યા વગરનું RCC બ્લડ ચડાવતા થયું મોત.

રાજકોટ થેલેસેમિક માટે સિવિલ બની રિઍક્શન સેન્ટર!
‘મારી વિધિને થેલેસેમિયા હતો, ફિલ્ટર કર્યા વિનાનું બ્લડ ચઢાવ્યું એટલે તે ના બચી,’ રાજકોટમાં માતાનો વલોપાત

રાજકોટ સિવિલ હોસ્પિટલ થેલેસેમિક દર્દીઓ માટે રિએક્શન સેન્ટર બન્યું હોય તેવી ઘટના સામે આવી છે. કારણ કે થેલેસેમિક દર્દીને ફિલ્ટર કરેલા LR રક્તને બદલે RCC અર્થાત ફિલ્ટર કર્યા વગરનું રક્ત ચડાવાય છે જેથી દર્દીઓમાં રિએક્શનનું પ્રમાણ વધે છે. ત્યારે રાજકોટમાં સોમવારે થેલિસિમિયાગ્રસ્ત યુવતીનું મોત નીપજ્યું હતું. મોત પાછળ રિએક્શન જવાબદાર છે કે પછી બીજા કોઇ કારણો છે તેની તપાસ ચાલી રહી છે. જયારે તેની માતાએ અશુદ્ધ રક્તને કારણે જ તેનું નિધન થયાનો આક્ષેપ કર્યો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર 24 વર્ષીય વિધિબેન પીઠવાને ગત સોમવારે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં RCC બ્લડ ચડ્યા બાદ તેમની હાલત ગંભીર થઈ ગઈ હતી. જે મામલે મૃતક દર્દીના માતાએ મીડિયાને જણાવ્યું હતું કે સિવિલની બ્લડ બેન્ક ક્યારે પણ નિયમિત બ્લડ આપતી નથી અમે જેટલી પણ વખત બ્લડ આપ્યું છે એ વખતે કોઈને કોઈનું બ્લડ જમા કરાવીને આપ્યું હશે પરંતુ એક સપ્તાહ સુધી તો માત્ર એ વાતમાં જ સમય વ્યતીત થઈ જાય છે કે ક્યારે મારી દીકરીને રક્ત મળશે અને અમે લોકો રક્ત માંગી માંગીને થાકી જઈએ ત્યારે સિવિલ તંત્ર અમને રક્ત આપવા માટે તૈયાર થાય છે ખાસ તો જે દર્દીઓને થેલેસેમિયા હોય તેમને ચોખ્ખું અને શુદ્ધ લોહી જોઈએ જ્યારે મારી દીકરીને ચોખ્ખું લોહી નથી ચઢાવ્યું RCC બ્લડ ચડાવ્યું છે એના કારણે જ તેનું નિધન થયું છે.

અહીં એ નોંધનીય છે કે યુવતીના મોતની તપાસ માટે પાંચ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. જેમાં થેલેસેમિયાની કામગીરી સાથે જોડાયેલા એક્સપર્ટ પણ ટીમમાં સામેલ છે. આ ટીમ હવે યુવતીનું મોત ક્યાં કારણોસર થયું તે દિશામાં તપાસ કરશે. જો કે પરિવારજનોએ આ મોત પાછળ બ્લડ ઇન્ફેક્શન હોવાનો દાવો કર્યો છે. વિધિ પીઠવાને 14 વર્ષથી બી-નેગેટિવ બ્લડ ચડાવવામાં આવતું હતું.આ વખતે પણ બી-નેગેટિવ બ્લડ ચડવવામાં આવ્યું હતું કે કેમ તે બાબતે તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં તપાસમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ પણ જોડાયા છે. તપાસ કમિટી રિપોર્ટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને સિવિલ સુપ્રિન્ટેન્ટને સુપ્રત કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો