રાજકોટમાં વધુ એક હત્યા: જંગલેશ્વર પાસે હનીફભાઈ જુણેજાને છરીના ઘા ઝીંકી કરી હત્યા…

રાજકોટમાં વધુ એક હત્યા થઈ છે, બાપુનગરના છેડે જંગલેશ્વર પાસે હનીફભાઈ જુણેજાને છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે.

રાજકોટ: શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. રૈયાધારમાં સિકંદર નામના યુવાનને તેના પૂર્વ સાળાએ ચોથા માળેથી ફેંકીને હત્યા કર્યાનો ગઈકાલે જ ગુનો નોંધાયો હતો. ત્યાં આજે સાંજે જિલ્લા ગાર્ડનથી આગળ બાપુનગર રોડના છેડે જંગલેશ્વર પાસે એક યુવાનની લોથ ઢળી છે. હનીફભાઈ જુણેજા નામના ૪૨ વર્ષીય યુવાનની ચાના થડા નજીક હત્યા થયાની જાણ થતાં ભક્તિનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. આ ઘટનાના cctv ફૂટેજ પણ સામે આવ્યા છે.

આ સમાચારને શેર કરો