Placeholder canvas

દુનિયાભરમાં કોરોનાનો કહેર: 7 દિવસમાં 36 લાખ કેસ, 10000 મોત

ચીન સહિત વિશ્વના તમામ દેશોમાં કરી કોરોનાનો પગપેસારો શરૂ થઇ ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં વિશ્વમાં કોરોનાના 36 લાખ કેસ નોંધાયા છે. તો આ 7 વિસમાં 10 હજાર લોકોના મોત થયા છે. ચીન સિવાય આર્જેન્ટિના, બ્રાઝિલ અને જાપાનમાં કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે ભારત સરકારે પણ કોરોના અંગે સમીક્ષા બેઠક બોલાવી છે.

છેલ્લા 7 દિવસમાં વિશ્વભરમાં કોરોનાના 3,632,109 કેસ નોંધાયા છે. એકલા જાપાનમાં 1055578 કેસ મળી આવ્યા છે. તો દક્ષિણ કોરિયામાં 460,766, ફ્રાન્સમાં 384184, બ્રાઝિલમાં 284,200, અમેરિકામાં 272,075, જર્મનીમાં 223,227, હોંગકોંગમાં 108577, ચીનના પડોશી તાઈવાનમાં 107381 કેસ મળી આવ્યા છે.

જાપાનમાં છેલ્લા 7 ક્વિસમાં કોરોનાના કારણે 1670 લોકોના મોત થયા છે. આ સિવાય અમેરિકામાં પણ 1607 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે દક્ષિણ કોરિયામાં 335, ફ્રાન્સમાં 747, બ્રાઝિલમાં 973, જર્મનીમાં 868, હોંગકોંગમાં 226, તાઈવાનમાં 203, ઇટાલીમાં 397 લોકોના મોત થયા છે.

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમેરિકામાં 22578 કેસ સામે આવ્યા છે. જ્યારે જાપાનમાં 72297 કેસ, જર્મનીમાં 55016 કેસ, બ્રાઝિલમાં 29579 કેસ, દક્ષિણ કોરિયામાં 26622 કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 8213 કેસ નોંધાયા છે. તાઇવાનમાં 10359 અને રશિયામાં 6341 કેસ મળી આવ્યા છે.

બીજી તરફ કોરોનાથી થયેલા મોતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 140, ફ્રાન્સમાં 178, જર્મનીમાં 161, બ્રાઝિલમાં 140, જાપાનમાં 180 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે.

ભારતમાં પણ એલર્ટ :- દુનિયામાં વધી રહેલા કેસોને જોઇને ભારત સરકાર પણ એલર્ટ પર આવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ મોકલી દીધું છે. સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા કોવિડ-પોઝિટિવ દર્દીઓના સેમ્પલ INSACOG (ભારતીય SARS-COV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ) લેબોરેટરીમાં મોકલવા જણાવ્યું છે જેથી કરીને આ નમૂનાનું જિનોમ સિક્વન્સિંગ ત્યાં કરી શકાય અને જો કોરોનાનું નવું સ્વરૂપ જો એમ હોય, તો તેને ટ્રેક કરી શકાય છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે આવી કવાયત દેશમાં હાજર હોય તો નવા પ્રકારોને સમયસર શોધવામાં મદદ કરશે અને તેના આધારે કેન્દ્ર સરકાર જરૂરી પગલાં લેશે. આપને જણાવી દઇએ કે અત્યારે કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય અને INSACOG દેશમાં કોરોનાના ટ્રેન્ડ પર નજર રાખી રહ્યા છે.

આ સમાચારને શેર કરો