Placeholder canvas

વાંકાનેર પંથકમાં વહેલી સવારે છાંટા પડ્યા…

કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી એ મુજબ 24 – 25 તારીખે તો વરસાદના કોઈ એંધાણ ન દેખાયા પરંતુ 26 તારીખ ને રવિવારની વહેલી સવારે વાંકાનેર પંથકના અમુક વિસ્તારમાં સારા એવા છાંટા પડ્યા છે. જ્યારે સવારના 7:15 વાગ્યાની આસપાસ મેહુલિયાએ કટાણે ગાજવાનું પણ શરૂ કર્યું હતું….

આ કમોસમી છાંટા બધી જ જગ્યાએ નથી કોઈ જગ્યાએ છે તો કોઈ જગ્યાએ નથી આ છાંટા પડવાથી અને ગાજવાની શરૂઆત થતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે કેમકે શિયાળુ પાકના વાવેતર થઈ ચૂક્યા છે અને પશુઓનો ચારો હજુ બહાર છે ત્યારે આ છાંટા કે વરસાદના કારણે પાક અને પશુનો ચારો બગડવાની ભિતી રહેલી છે. કપાસ ઓલરેડી પહેલેથી જ બગડી ગયો છે અને 50% જેવો કપાસનું ઉત્પાદન થયુ છે. ત્યારે શિયાળુ પાક ઉપર ખેડૂતોને ખૂબ આશાઓ છે એ પણ આ કમોસમી વરસાદના કારણે માઠી અસર થશે…

આ શનિ રવિમાં ઘણા બધા લગ્નનું આયોજન છે તેમજ છાંટા પડવાથી અને જો વરસાદ આવે તો આ લગ્ન પ્રસંગમાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થશે ત્યારે જેમના ઘરે આવા શુભ પ્રસંગો છે તે આજ સાંજ સુધી જાળવી જાય તેવી મનોમન પ્રાર્થના દુઆ કરતા થઈ ગયા છે.

આ સમાચારને શેર કરો