Placeholder canvas

વાંકાનેરમાં 1થી 2.5 ઇંચ વરસાદ : મચ્છુ-૧ ડેમ હવે માત્ર સવા બે ફૂટ ખાલી…

વાંકાનેર: ગઈકાલે સાંજના વાંકાનેર પંથકમાં મુસાધાર વરસાદ પડ્યો હતો. સાંજના સમયે લગભગ સાડા છ વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો, શરૂઆતમાં થોડો પવન હતો બાદમાં પવન ઘટી ગયો હતો પરંતુ ભારે ગાજવીજ સાથે મુસળાધાર વરસાદ પડ્યો હતો.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકામાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો છે, વાંકાનેર તાલુકામાં જોઈએ તો એકથી અઢી ઇંચ સુધી વરસાદના વાવડ મળી રહ્યા છે. ચાલુ વરસાદે ભારે કડાકા ભડાકા થતા હતા ત્યારે એવું લાગતું હતું કે કયા વીજળી પડી હશે, મોડી રાત્રે સમાચાર મળ્યા કે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે બે જગ્યાએ વીજળી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે પણ ભોજપરા ગામમાં વીજળી પડી હતી અને એક બળદનું મોત થયું હતું જ્યારે સોમવારે પણ રાત્રે ભોજપરા ગામમાં વીજળી પડી હતી.

વધુમાં મળેલી માહિતી મુજબ ભોજપરા ગામે હુસેનભાઇ પટેલ ના ઘરે વીજળી પડી હતી અને ઘરમાં રહેલા તમામ ઇલેક્ટ્રીક ઉપકરણો અને વાયરીંગ બળી ગયું હતું. જ્યારે અન્ય એક વીજળી ભોજપરા ગામ પાસે આવેલી સુપ્રિમ સિરેમિક્સની બાજુમાં પડી હતી જ્યાં કોઈ નુકસાની કે જાની થયા ના સમાચાર નથી.

જો મચ્છુ 1 ડેમની વાત કરીએ તો મચ્છુ 1 ડેમમાં છેલ્લા બે દિવસ થી પાણીની આવક થઈ રહી છે હાલમાં મચ્છુ 1 ડેમની સપાટી પોણા સુડતાલીસ ફૂટે પહોંચી છે એટલે કે હવે મચ્છુ 1ડેમ માત્ર સવા બે ફૂટ ખાલી છે. જો આજ રીતે વરસાદ આવતો રહેશે તો કદાચ આ અઠવાડિયામાં મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થઈ શકે છે. અહીં એ પણ યાદ અપાવી દઈએ કે રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરેલ છે અને મચ્છુ 1 ડેમમાં કુવાડવા પંથકના પાણી આવકનો મુખ્ય સ્ત્રોત છે.

આ સમાચારને શેર કરો