Placeholder canvas

ગુજરાતમાં AAPની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર અને ભયમુક્ત શાસન આપીશું. -કેજરીવાલ

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસના બીજા દિવસે અમદાવાદમાં ગુજરાતની જનતાને દિલ્હીની જેમ ગુજરાતને પણ ભ્રષ્ટાચારમુકત બનાવવાની ગેરંટી આપી હતી. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે હું કેટલાક મહિનાઓથી ગુજરાતમાં ફરી રહ્યો છું અને લોકોને મળી રહ્યો છું, ખેડૂતો, વકીલો, રિક્ષાચાલકોને મળું છું. ગુજરાતમાં એટલો ભ્રષ્ટાચાર છે કે કોઈપણ સરકારી કામ માટે પૈસા આપવા પડે છે. જો તેમની સામે બોલો તો ધમકાવે છે. દરોડા અને ધંધા બંધ કરાવી દેવાની ધમકીઓ આપે છે. આજે અમે ગેરંટી આપીએ છીએ કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભ્રષ્ટાચારમુક્ત અને ભયમુક્ત શાસન આપીશું.

ગુજરાતમાં જેટલા નેતાઓના કાળા ધંધાઓ છે એ બંધ કરાવીશું. ઝેરી દારૂનું વેચાણ પણ બંધ કરાવીશું. પેપર ફૂટવાનાં પણ બંધ કરાવીશું. છેલ્લાં 10 વર્ષમાં જેટલાં પેપર ફૂટયાં છે એ બંધ કરીશું, એને પેપર ફોડવામાં જે માસ્ટર માઈન્ડ છે તેમને પકડીને જેલમાં મોકલીશું. ગુજરાતમાં સૌની યોજનામાં કૌભાંડ થયાં છે અને જેટલાં પણ કૌભાંડ થયાં છે એને ખોલી લોકોના જે પૈસા છે એને રિકવર કરીશું. પોલીસનો મને કાલે સુરક્ષા દેવાનો મુદ્દો નહોતો, પરંતુ જનતાની વચ્ચે જવા ન દેવાનો હતો. તેમને મને સિક્યોરિટી આપવી પડી હતી અને હું સિક્યોરીટી વચ્ચે પણ ત્યાં પહોંચ્યો હતો. ગુજરાતની જનતા નક્કી કરશે કે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હશે.

તેમને ગુજરાત પોલીસને કહ્યું હતું કે ગુજરાત પોલીસને અન્યાય થયો છે. હું ગુજરાત પોલીસ સાથે છું. અમે ગેરંટી આપીએ છીએ. ગુજરાત પોલીસને કહું છું ખોટા ઓર્ડર સાંભળવાના બંધ કરો અને વિરોધ કરો. અમે નહીં કરીએ એમ કહી દો. ગુજરાતના 6 કરોડ લોકો નક્કી કરશે. અહીં સરકાર દિલ્હીથી ચાલે છે. અમે ગુજરાતમાં 6 કરોડ જનતા કહે એમ કરીશું.

કેજરીવાલે કહેલા મુખ્ય મુદ્દાઓ

  • મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્ય કે સંસદસભ્ય ભ્રષ્ટાચાર નહિ કરે
  • જો કોઈ ભ્રષ્ટાચાર કરશે તો તેને જેલમાં મોકલીશું
  • ટેક્સના એક-એક પૈસાનો સરકાર ઉપયોગ કરશે
  • ગુજરાતના પૈસા સ્વિસ બેંક કે ઉદ્યોગપતિઓને નહીં અપાય
  • ગુજરાતની જનતાના વિકાસ પાછળ પૈસાનો ખર્ચ કરાશે
  • દરેક વ્યક્તિનું સરકારમાં પૈસા આપ્યા વગર કામ થશે.
  • જો કોઈ કામ કરાવવું હોય તો સરકારી ઓફિસ જવાની જરૂર નહીં પડે
  • સરકારી કર્મચારી કે અધિકારી તમારા ઘરે આવી કામ કરશે.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GsBqX6cRF12KKTEXxUWMTQ
આ સમાચારને શેર કરો