Placeholder canvas

આગામી 3 દિવસ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી…

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદ વરસશે. અમદાવાદ, વલસાડ, દાહોદમાં જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેશે. ગાજવીજ સાથે અનેક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, દમણમાં અતિભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે.

આ સિવાય પંચમહાલ, વડોદરા અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરાઈ છે. ઉતર ગુજરાતના પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસના વરસાદ બાદ અન્ય સિસ્ટમ સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ વરસશે.

આ સમાચારને શેર કરો