શહેરમાં નિર્વસ્ત્ર હાલતમાં અસ્થિર મગજના શખ્સે ટેમ્પો હંકારી અકસ્માત કર્યો..!!

અસ્થિર મગજના શખ્સ માર્ગ પર પડેલો એક ટેમ્પો ચાલુ કરી ભાગી છૂટ્યો હતો. આ દરમિયાન ઠેબા ચોકડી પાસે ટેમ્પો પરનો કાબુ ગુમાવી દેતાં રોડથીનીચે ઉતરી ગય હતો. જેને લઈને લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.

આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં લાલપુર બાયપાસ રોડથી નજીક પાર્ક કરેલો જી.જે 10 ટીવી 5094 નંબરનો ટેમ્પો કે જેને એક અસ્થિર મગજના શખ્સએ કોઈપણ રીતે ચાલુ કરી લીધો હતો. ટેમ્પોની કેબિનનો દરવાજો ખોલી તદ્દન નીવસ્ત્ર અવસ્થામાં રહેલો શખ્સ ટેમ્પો ની અંદર ઘૂસ્યો હતો, ત્યારબાદ તેણે કોઈ પણ રીતે ટેમ્પો ચાલુ કરી લીધો હતો, અને ટેમ્પો લઈને ભાગી છુટ્યો હતો. ઠેબા ચોકડી પાસે પહોંચતા અકસ્માતે ટેમ્પો પલટી ગયો હતો. જેને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા. જો કે, સદ્નસીબે કોઈને ઈજા થઈ ન હતી, બનાવ બાદ અસ્થિર મગજનો આ શખ્સ આરામથી નીકળી ગયો હતો. આ ઘટના જામનગરની છે.

આ સમાચારને શેર કરો