Placeholder canvas

વાંકાનેર: એલ કે સંધવી કન્યા વિદ્યાલયમાં બ્યુટી એન્ડ વેલનેસ લેબનું ઉદઘાટનકરવામાં આવ્યું

વાંકાનેર: શ્રીમતી એલ કે સંધવી કન્યા વિદ્યાલય વાંકાનેરમાં બ્યુટી એન્ડ વેલનેસ લેબનું ઉદઘાટનકરવામાં આવ્યું આ ઉદઘાટન સરકારી વકીલ આનંદીબેન પટેલ ,શિશુ મંદિરના પ્રધાનાચાર્ય ખ્યાતિ બેન કરથીયા તથા દર્શનાબેન જાનીના વરદ હસ્તેકરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં ટ્રસ્ટી વિનુભાઈ શાહ, વિનુભાઈ રૂપારેલીયા તથા અમરશીભાઈ મઢવી ની પ્રેરક ઉપસ્થિતિ રહી પ્રધાન આચાર્ય દર્શનાબેન જાની એ કાર્યક્રમની રૂપરેખામાં આપતા જણાવ્યું કે સમગ્ર શિક્ષા ગાઈડ લાઈન 2018 અને નવી શિક્ષણનીતિ 2020 ની ગાઈડલાઈન મુજબ ભારતના દરેક રાજ્યોમાં 67 જેટલા વિષયોના વોકશનલ કોર્સ સમગ્ર દેશમાં ચાલે છે જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં 934 જેટલી સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં આ વ્યવસાયલક્ષી કોર્સ શરૂ કરવામાં આવ્યા છે જ્યાં વોકેશનલ ટ્રેનર દ્વારા શિક્ષણ પૂરું પાડવામાં આવે છે જે અંતર્ગત ગુજરાત દરેક જિલ્લામાં થી 214 જેટલા સ્થાન પર બ્યુટી અને વેલનેસ નો કોર્સ ચાલે છે જેના અંતર્ગત વિદ્યાર્થીઓમાં બ્યુટી પાર્લરના કૌશલ્યનું નિર્માણ કરી તેને ભવિષ્ય માટે તૈયાર કરી શકાય વિદ્યાલયમાં છેલ્લા બે વર્ષથી આ કોર્સ ચાલે છે જેમાં હમણાં જ રાજ્ય સરકાર દ્વારા જે બ્યુટી અને વેલેસ લેબ મળી તેનું ઉદ્ઘાટન રાખવામાં આવેલ જેમાં જિલ્લા અધિકારી કચેરી SSA કચેરી મોરબી દ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવી છે.

સરકારશ્રીના કૌશલ્ય યુક્ત વિદ્યાર્થીઓના નિર્માણ કાર્યમાં શાળા દ્વારા ,વોકેશનલ ટ્રેનર દ્વારા શ્રેષ્ઠ કાર્ય થાય અને ભવિષ્ય માટે વિદ્યાર્થીની બહેનોનું શ્રેષ્ઠ ઘડતર થાય આજીવિકા ના ભાગરૂપે પણ તે આ વ્યવસાયમાં આગળ વધી શકે આર્થિક ઉપાર્જન કરી શકે કાર્યક્રમનું આયોજન વોકેશનલ ટ્રેનર નૈમિષાબેન રાઠોડ અને શાળા પરિવાર ના તમામ સ્ટાફ અને વિદ્યાર્થી ની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ટ્રસ્ટ ના ઉપપ્રમુખ વિનુભાઈ રૂપારેલિયા દ્વારા શુભેચ્છા અને આશીર્વાદ આપવામાં આવ્યા કે વિદ્યાર્થીઓ તેના કારકિર્દી ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન આપી શાળા પરિવારનું નામ ઉજજવળ બનાવે

આ સમાચારને શેર કરો