Placeholder canvas

હજુ બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી…

રાજ્યમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે.સ્કાયમેટ દ્વારા હજુ બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાલનપુર, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, ભરૂચ આ તમામ વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટવાની સંભાવના છે.

રાજ્યના 90 જળાશયો હાઈ એલર્ટ પર

રાજ્યભરમાં વરસી રહેલા અવિરત વરસાદના કારણે નર્મદા, ઉકાઈ, કડાણા સહિત 28 ડેમ પૂર્ણ સપાટીએ ભરાયા છે. જ્યારે 90 જળાશયોમાં 90 ટકા ઉપર જળસંગ્રહ થતાં 90 જળાશયો હાઈ એલર્ટ પર છે. તો બીજી તરફ રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 12,444 લોકોનું સ્થળાંતર કરાયું છે. જોકે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે.

આ સમાચારને શેર કરો