Placeholder canvas

આજથી ગણેશોત્સવની શરૂઆત…

આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ રહી છે.ભક્તો આગામી દસ દિવસ સુધી ગણપતી દાદા પોતાના નિવાસ સ્થાને લાવશે.તેમની પૂજા અર્ચના કરશે અને મનગમતા મિષ્ટાનનો ભોગ ધરાવશે.દસ દિવસ બાદ ગણપતી દાદાને ભક્તો દ્રારા વિદાય આપવામાં આવે છે.

હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીએ ગણેશ ચતુર્થીનો પાવન પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે જ ગણેશ મહોત્સવની શરૂઆત થાય છે. આ મહોત્સવ 10 દિવસ સુધી ચાલે છે. ઘરે-ઘરે ગણપતિની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. ભક્તગણ તેમની પૂજા કરે છે અને અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ ભગવાનની વિધિવત પૂજા અર્ચના કરી તેમની વિદાય કરે છે અને તેમની પ્રતિમાનું વિસર્જન કરે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાન ગણેશની વિધિ-વિધાનથી પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી થઈ જાય છે.

હિન્દુ ધર્મમાં કોઇપણ શુભ કાર્યની શરૂઆતમાં સૌથી પહેલા ગણેશજીનું આહવાન, પુજા કરવામાં આવે છે. જેમાં ભૂમિ પુજન, વાહન પુજન, ગૃહ પ્રવેશ, લગ્ન કે કોઇ અન્ય શરૂઆત હોય. લગ્નમાં પણ સૌથી પહેલું આમંત્રણ ગણપતિજીને આપવામાં આવે છે. આથી જ તો આમંત્રણ પત્રિકામાં ગણપતિ મંત્ર લખેલો હોય છે. તમામ દેવી-દેવતાઓમાં એકમાત્ર ગણેશજી જ એવા ભગવાન છે જેઓને પ્રથમ પુજ્યનું સ્થાન પ્રાપ્ત છે. મોટાભાગના લોકો નવા સામાનની ખરીદી કરી ઘરે લાવે તો તેના પર સ્વસ્તિકનું ચિન્હ બનાવ્યા બાદ દિપ સળગાવી પુજન કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. 

આ સમાચારને શેર કરો