Placeholder canvas

પ્રેસ વેલ્ફેર ક્લબ દ્વારા મોરબી જિલ્લાના તમામ પત્રકારો માટે શનિવારે માર્ગદર્શક સેમિનારનું આયોજન

મોરબી: આગામી 7 જાન્યુઆરીને શનિવારે ” આજના સમયના પત્રકારત્વનું મહત્વ, જવાબદારી અને પડકારો” વિષય પર સેમીનાર અને પત્રકાર સ્નેહ મિલન સમારોહ યોજાશે : મોરબી જિલ્લાના તમામ માધ્યમોના પત્રકારોને ઉપસ્થિત રેહવા આમંત્રણ

મોરબી જિલ્લાના પત્રકારોના હિતોની રક્ષા અને પ્રમાણિક, પોઝિટિવ અને તટસ્થ પત્રકારત્વને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે સ્થાપેલ પ્રેસ વેલ્ફેર કલબ દ્વારા મોરબી જિલ્લાના તમામ માધ્યમોના પત્રકારો માટે એક માર્ગદર્શક સેમિનાર અને પત્રકાર સ્નેહ મિલનનું આગામી તારીખ 7 જાન્યુઆરીને શનિવારે સાંજે 6.00 વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે. આ સેમીનારમાં હાલના સમયમાં પત્રકારત્વનું મહત્વ, જવાબદારી અને પડકારો અંગે તજજ્ઞ વક્તાઓ માર્ગદર્શન આપશે.

મોરબી જિલ્લામાં વિવિધ ટીવી ચેનલ, ન્યુઝ પેપર, ન્યુઝ પોર્ટલ, ડિજિટલ મીડિયા વગેરે તમામ માધ્યમોમાં પત્રકારો પોતાની ફરજ બજાવી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા અને ઝડપથી બદલાતા સમયમાં એક પત્રકારની કામગીરી, જવાબદારી અને  પડકારોના સ્વરૂપ પણ બદલાયા છે. ત્યારે આ મુદ્દે મોરબી જિલ્લા પ્રેસ વેલ્ફેર કલબ દ્વારા આગામી 7 જાન્યુઆરી, શનિવારે સાંજે 6.00 વાગ્યે મોરબી સિરામીક એસોસિયેશનના મિટિંગ હોલમાં મોરબી જિલ્લાના તમામ માધ્યમોમાં કામ કરતા પત્રકારો અને ઓફિસ સ્ટાફ માટે એક માર્ગદર્શક સેમિનાર અને સાથે નવા વર્ષના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમીનારમાં “આજના સમયમાં પત્રકારત્વનું મહત્વ, જવાબદારી અને પડકારો” વિષય પર ખાસ અમદાવાદથી નેશનલ ઇન્સટિટ્યૂટ ઓફ જર્નાલિઝમના ડાયરેકટર શિરીષ કાશીકર સહિતના તજજ્ઞો માર્ગદર્શન આપશે. તેમજ આ સેમિનાર અને પત્રકાર સ્નેહમિલનમાં મોરબી જિલ્લા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા પણ ખાસ ઉપસ્થિત રહેશે.

ત્યારે આ સેમિનાર તેમજ મોરબી જિલ્લા પત્રકાર સ્નેહ મિલનમાં મોરબી જિલ્લામાં ટીવી, ન્યુઝ પેપર, ન્યુઝ પોર્ટલ, ડિજિટલ મીડિયા સહિતના માધ્યમોમાં કામ કરતા તમામ પત્રકારોને ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા પ્રેસ વેલ્ફેર કલબ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે. સેમીનાર પૂર્ણ થયા બાદ તમામ પત્રકાર બંધુ સૌ સાથે મળીને ભોજન લેશું. જે પત્રકાર બંધુઓ આ સેમિનાર અને સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહેવાના હોય તેઓ 89052 93381 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

આ સમાચારને શેર કરો