દલડી ગામના ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થતા વિમાની રકમ રૂ.10લાખનો ચેક વારસદારને આપ્યો.
વાંકાનેર: દલડી ગામના ખેડૂત ખાતેદાર અને દલડી શુભ સેવા સહકારી મંડળી લિમિટેડના સભાસદ પરમાર હમીર દેવશીભાઈ પોતાની વાડીએ મોટરના બોર્ડમાં કામ કરતા શોક લાગતા તેઓનું તા.16/10/2022ના રોજ અવસાન થયું હતું.
જેમનો રાજકોટ ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેન્ક મારફત ગ્રુપ પીએ વીમા પોલિસી હેઠળ કલેઇમ મંજૂર થઈને આવતા તેમના વારસદાર અને તેમના પત્ની શ્રીમતી હંસાબેન હમીરભાઇ ને દલડી જૂથ સેવા સહકારી મંડળી લી. મારફત સહકારી મંડળીના મંત્રી પ્રમુખ અને આરડીસી બેંકના મેનેજર બાદીના હસ્તે વારસદારને દસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.