Placeholder canvas

પોલીસમાં આવનારી ભરતી બાબતે મહત્વના સમાચાર…

પોલીસમાં આવનારી ભરતી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રિક્રુટમેન્ટ બોર્ડની જવાબદારી ફરી હસમુખ પટેલને શિરે આવી છે. હસમુખ પટેલને એડિશનલ DGનો વધારાનો ચાર્જ સોંપાયો છે. તેમજ CID ક્રાઈમના DIG પરીક્ષિતા રાઠોડ પણ રિક્રુટમેન્ટ તરીકે સેવા આપશે. આવનારા ટૂંક જ સમયમાં પોલીસ ભરતીની જાહેરાત થશે. જેમાં ચાલુ વર્ષે રાજ્યમાં 12000 પોલીસની ભરતી થવાની છે.

અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. ઉનાળા અને ચોમાસાને કારણે ફિઝિકલ પરીક્ષા લઈ શકાતી નથી. ત્યારે સપ્ટેમ્બર મહિના બાદ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે અને ત્યારબાદ સપ્ટેમ્બર મહિના પછી સરકારનું ભરતીનું આયોજન કરશે. ગૃહ વિભાગ પોલીસ ખાતામાં આ વર્ષે 8 હજાર કર્મચારીઓની ભરતી કરશે. જેમાં બિન હથિયારી PSIની 325 જગ્યાઓ પર ભરતી કરાશે. હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર ભરતી કરાશે. જેલ સિપાહી પુરૂષની 678 અને મહિલાની 57 જગ્યા પર ભરતી કરાશે.

આ સમાચારને શેર કરો