Placeholder canvas

ગુજરાતના રાજકારણના સમીકરણ હવે બદલાશે! આવતીકાલે આ દિગ્ગજ પાટીદાર નેતા AAPમાં જોડાશે

➡️અલ્પેશ કથિરિયાના આપમાં જોડાવાથી રાજનીતિના સમીકરણ બદલાશે.
➡️વર્ષ 2017ની ચૂંટણી વખતે અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.

પાટીદાર અનામત આંદોલનનો વધુ એક મોટો ચેહરો રાજકારણમાં ઝંપલાવવા જઈ રહ્યો છે.પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા આવતી કાલે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી પૂર્ણ શકયતા છે. ભાવનગરના ગારિયાધાર ખાતે કેજરીવાલની સભામાં અલ્પેશ સાથે ધાર્મિક માલવિયા પણ આપમાં જોડાઇ શકે છે.

નોંધનીય છે કે, અલ્પેશ કથિરિયાના આપમાં જોડાવાથી રાજનીતિના સમીકરણ બદલાશે. વર્ષ 2017ની ચૂંટણી વખતે અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે હવે વર્ષ 2022ની ચૂંટણી પહેલાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

15 જુલાઈએ હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા હતા ગુજરાત હાઈકોર્ટે 15 જુલાઈએ અલ્પેશ કથિરીયાનાં જામીન મંજુર કર્યા હતા.જેથી અલ્પેશ કથિરીયા જેલ મુક્ત થયો હતો.

આ સમાચારને શેર કરો