પત્નીએ પતિને મોબાઈલ માર્યો !!

આ વાંચીને તમને એવું થાય કે કાંઈ મોબાઈલ લાગે ખરો ! એનો જવાબ છે હા, કેમ કે આ એક હકીકત છે. જો ફેરવીને રમરમતો દીધો હોય ને તો કોઈનો ટકો પણ તોડી નાખે…!! દાખલો, હા નીચેની ઘટના વાંચો..

રાજકોટ: શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ જીવંતિકાનગરમાં રહેતા સની સુરેશભાઈ વડોદરિયા નામના યુવાનને રાત્રિના પત્ની રાધાએ મોબાઈલ માથામાં મારતા ઘવાયેલા સનિને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

પતિ-પત્ની વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થતા પત્નીએ પતિને મોબાઈલ ફોન માથામાં માર્યો હતો. આથી ઈજાગ્રસ્ત પતિને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા પોલીસે નિવેદન નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો